
પરિણીતી અને રાઘવની જોડી ચાહકોને પસંદ આવી રહી છે. બંનેના લગ્નને લઈને ફેન્સ ખૂબ જ ઉત્સાહિત છે. અહેવાલ છે કે બંનેએ ડેસ્ટિનેશન વેડિંગ માટે ઉદયપુરમાં સ્થળ ફાઈનલ કર્યું છે.(ફોટો ક્રેડિટ- ગુગલ)

પરિણીતી રાઘવની સગાઈમાં બોલિવૂડ અને રાજકારણની હસ્તીઓએ હાજરી આપી હતી. તે જ સમયે તેની બહેન પ્રિયંકા ચોપરાએ પણ સગાઈમાં ભાગ લીધો હતો. હવે દરેક લોકો લગ્નને લઈને પણ ખૂબ જ ઉત્સાહિત છે. બંનેના લગ્નની તૈયારીઓ ઘણા સમયથી ચાલી રહી હતી.(ફોટો ક્રેડિટ- ગુગલ)