એક સમયે ટીવીની શાન હતી આ 5 એક્ટ્રેસ, સીરિયલ છોડવી પડી ગઈ ભારે, આજે ઘરે બેઠી છે !
આમાંની ઘણી એક્ટ્રેસ એવી છે કે આજે પણ ઘણા ચાહકો તેમને તેમના અસલી નામ કરતાં સિરિયલના નામથી વધુ ઓળખે છે. જોકે કેટલીક અભિનેત્રીઓએ લાંબા સમય પહેલા નાના પડદાને અલવિદા કહી દીધું છે. ઘણી એવી અભિનેત્રીઓ છે જે નાના પડદાને અલવિદા કર્યા પછી કોઈ પ્રોજેક્ટમાં કામ કરી શકી નથી.
1 / 6
નાના પડદાની ઘણી એવી અભિનેત્રીઓ છે, જેમણે પોતાના દમદાર અભિનયથી ઘેર ઘેર નામના મેળવી હતી. આમાંની કેટલાક એક્ટ્રેસ એવી છે કે જેને આજે પણ ઘણા ચાહકો તેમના અસલી નામ કરતાં સિરિયલના પાત્રના નામથી વધુ ઓળખે છે. ત્યારે ઘણી એવી અભિનેત્રીઓ છે જે નાના પડદાને અલવિદા કર્યા પછી કોઈ પ્રોજેક્ટમાં કામ કરી શકી નથી. આજે અમે તમને ટીવીની તે અભિનેત્રીઓ વિશે જણાવવા જઈ રહ્યા છીએ જે ખૂબ જ ફેમસ હતી પરંતુ શો છોડ્યા બાદથી તે ઘણા સમયથી ખાલી બેઠી છે. ( ફોટો ક્રેડિટ- ગુગલ)
2 / 6
1.અંકિતા લોખંડે : અંકિતા લોખંડેએ ખુલાસો કર્યો છે કે મણિકર્ણિકા કર્યા પછી તે રોલ માટે ઝંખતી હતી. મણિકર્ણિકા ફિલ્મથી બોલિવૂડમાં ડેબ્યૂ કર્યા બાદ તે ટાઇગર શ્રોફની ફિલ્મ બાગી 3માં જોવા મળી હતી. જોકે હવે અંકિતા લોખંડેને બોલિવૂડમાં કામ નથી મળી રહ્યું. (ફોટો ક્રેડિટ- ગુગલ)
3 / 6
2. દીપિકા કક્કર : ઈબ્રાહિમ તે ટીવી સીરીયલ સસુરાલ સિમર કા થી ઘણી ફેમસ થઈ હતી. પરંતુ કેટલાક મ્યુઝિક વીડિયો સિવાય દીપિકા કક્કર લાંબા સમયથી કોઈ મોટા પ્રોજેક્ટમાં જોવા મળી નથી. (ફોટો ક્રેડિટ- ગુગલ)
4 / 6
3. રૂબીના દિલેક : તે નાના પડદાની જાણીતી અભિનેત્રીઓમાંની એક છે. રૂબીના દિલાઈક શક્તિ સિરિયલથી ઘરે-ઘરે ફેમસ થઈ ગઈ હતી. હવે તે લાંબા સમયથી સિરિયલથી દૂર છે. જોકે રૂબીના દિલાઈક પાસે છેલ્લા એક વર્ષથી કોઈ ખાસ પ્રોજેક્ટ નથી. (ફોટો ક્રેડિટ- ગુગલ)
5 / 6
4. દિવ્યાંકા ત્રિપાઠી : તે ટીવી સીરિયલ બનો મેં તેરી દુલ્હનથી ખૂબ પ્રખ્યાત થઈ હતી જે બાદ યે હૈ મોહબ્બતે સિરિયલમાં જોવા મળી હતી. પરંતુ હવે દિવ્યાંકા ત્રિપાઠી લાંબા સમયથી નાના પડદાથી દૂર છે. તે લાંબા સમયથી કોઈ ખાસ પ્રોજેક્ટમાં પણ દેખાઈ નથી. (ફોટો ક્રેડિટ- ગુગલ)
6 / 6
5. નિયા શર્મા : જમાઈ રાજા સિરિયલની એક્ટ્રેસ નિયા શર્માએ ગયા વર્ષે ખુલાસો કર્યો હતો કે તેની પાસે નોકરી નથી અને તેને પૈસાની જરૂર છે. નિયા શર્મા લાંબા સમયથી કોઈ મોટા પ્રોજેક્ટમાં જોવા મળી નથી. તે ગયા વર્ષે જલક દિખલાજા 10માં જોવા મળ્યી હતી. (ફોટો ક્રેડિટ- ગુગલ)