
હિન્દુસ્તાન ટાઈમ્સના અનુસાર રકુલ પ્રીત સિંહ બોયફ્રેન્ડ જેકી ભગનાની સાથે લગ્ન કરશે. રકુલ પ્રીત સિંહ અને જેકી ભગનાની ફ્રેબુઆરીમાં લગ્ન કરશે. રકુલ અને જેકી 22 ફ્રેબુઆરીના રોજ ગોવામાં લગ્ન કરી રહ્યા છે.

તમને જણાવી દઈએ કે, જેકી ભગનાનીએ રકુલ પ્રીત સિંહના જન્મદિવસ પર ઈન્સ્ટાગ્રામ પર એક રોમેન્ટિક તસવીર શેર કરી હતી, જેમાં તેઓ હાથ પકડેલા જોવા મળ્યા હતા.જોકે જેકી ભગનાની અને રકુલ પ્રીત સિંહ તરફથી આ અંગે કોઈ સત્તાવાર જાહેરાત કરવામાં આવી નથી.