
ખાલિદ મોહમ્મદે ટ્વીટ કરીને માહિતી આપી હતી તેણે એ પણ જણાવ્યું કે જુનિયર મેહમૂદે જીતેન્દ્રને મળવાની ઈચ્છા વ્યક્ત કરી છે. તેમણે તેમના બાળપણના મિત્ર સચિન પિલગાંવકરને તેમની ઈચ્છા વ્યક્ત કરી અને તેમને જીતેન્દ્ર સાહેબ સાથે પરિચય કરાવવા કહ્યું.

સચિન પિલગાંવકરે આ ટ્વીટ પર પ્રતિક્રિયા આપી હતી અને કહ્યું હતું કે જીતેન્દ્ર આજે સવારે જ જુનિયર મહેમૂદને મળવા હોસ્પિટલમાં ગયા હતા. આ પછી તુષાર કપૂરે પણ એક તસવીર શેર કરી, જેમાં જીતેન્દ્ર પીઢ અભિનેતા જુનિયર મેહમૂદને મળી રહ્યો છે. આ તસવીરમાં જીતેન્દ્ર સાથે જોની લીવર પણ જોવા મળી રહ્યો છે. હોસ્પિટલ પહોંચ્યા બાદ જીતેન્દ્રએ જુનિયર મેહમૂદની છેલ્લી ઈચ્છા પૂરી કરી અને આજે સમાચાર આવ્યા કે જુનિયર મેહમૂદ હવે આ દુનિયામાં નથી.
Published On - 10:06 am, Fri, 8 December 23