
સેમ માણેકશાનું આખું નામ હોરમુઝજી ફ્રેમજી જમસેદજી માણેકશા હતું, પરંતુ બાળપણથી જ તેમની નિર્ભયતા અને બહાદુરીને કારણે તેમના ચાહકો તેમને સેમ બહાદુર કહીને બોલાવતા હતા.

શેરી બાટલીવાલા એક નિવૃત્ત કોર્પોરેટ કર્મચારી છે જે સ્વર્ગસ્થ ભારતીય ફિલ્ડ માર્શલ સેમ માણેકશાની મોટી પુત્રી છે.શેરીએ ટ્રાવેલ ઈન્ડસ્ટ્રીમાં તેની કારકિર્દીની શરૂઆત એર ઈન્ડિયા સાથે કરી હતી અને બાદમાં મર્ક્યુરી ટ્રાવેલ્સ સાથે બેંગલુરુ, કર્ણાટક, ભારતમાં પ્રાદેશિક મેનેજર તરીકે કામ કર્યું હતું. ત્યારબાદ તેણી ત્યાંથી નિવૃત્ત થઈ ગઈ.

માજા દારૂવાલા એક ભારતીય વકીલ અને માનવાધિકાર કાર્યકર્તા છે. તે સ્વર્ગસ્થ ભારતીય ફિલ્ડ માર્શલ ‘સેમ માણેકશા’ની નાની પુત્રી છે. તેના પતિનું નામ ધૂન દારૂવાલા છે જેઓ પાયલોટ છે, તેમજ માજા દારુવાલાને 2 પુત્ર છે.રાઉલ સેમ (બિઝનેસમેન) અને જહાન સામ (થિયેટર આર્ટિસ્ટ)