સેલેબ્સ હાઉસ: મુંબઈના આ વિસ્તારમાં રહે છે ઐશ્વર્યા રાય, જુઓ ઘરની ઈનસાઈડ તસવીરો
સેલેબ્સ હાઉસ: ઐશ્વર્યા રાય બચ્ચનનો આજે તેનો 50મો જન્મદિવસ મનાવી રહી છે. મિસ વર્લ્ડ રહી ચૂકેલી ઐશ્વર્યાની બોલિવુડની ટોપ એક્ટ્રેસ છે. ઐશ્વર્યા રાયે અભિષેક બચ્ચન સાથે લગ્ન કર્યા છે. ઐશ્વર્યા રાયનો પણ મુંબઈમાં પોતાનો અલગ ફ્લેટ છે. જ્યાં તે ક્યારેક રહેવા જાય છે. આ લક્ઝરી ફ્લેટની કિંમત 21 કરોડ રૂપિયા છે.
1 / 5
ઐશ્વર્યા રાયે અભિષેક બચ્ચન સાથે લગ્ન કર્યા છે. લગ્ન પછી એક્ટ્રેસ તેના પતિ અને તેના પરિવારના સભ્યો સાથે અમિતાભ બચ્ચનના આલીશાન બંગલા 'જલસા'માં રહે છે. આ ઘરની કિંમત લગભગ 112 કરોડ રૂપિયા હોવાનું કહેવાય છે. (Image: Social Media)
2 / 5
પરંતુ બહુ ઓછા લોકો જાણે છે કે ઐશ્વર્યા રાયનો પણ મુંબઈમાં પોતાનો અલગ ફ્લેટ છે. જ્યાં તે ક્યારેક રહેવા જાય છે. ઐશ્વર્યાના આ લક્ઝરી ફ્લેટની કિંમત 21 કરોડ રૂપિયા છે. જેને એક્ટ્રેસે ખૂબ જ સુંદર રીતે ડેકોરેટ કર્યો છે. (Image: Social Media)
3 / 5
ઐશ્વર્યા રાય બચ્ચનનું આ સુંદર ઘર મુંબઈના સનટેક રિયાલિટીમાં છે. આ ફ્લેટ સ્કાયલાર્ક ટાવર્સના 37મા માળે આવેલો છે. જેની તસવીરો ઐશ્વર્યાએ પોતે સોશિયલ મીડિયા પર ઘણી વખત શેર કરી છે. ઐશ્વર્યા રાયે આ ઘરમાં તેની દીકરી આરાધ્યા માટે એક શાનદાર કિડ્સ રૂમ પણ બનાવ્યો છે. જેમાં દરેક પ્રકારની સુવિધા ઉપલબ્ધ છે. (Image: Social Media)
4 / 5
તમને જણાવી દઈએ કે ઐશ્વર્યા રાયે પોતાના કરિયરની શરૂઆત મોડલિંગથી કરી હતી. ત્યારબાદ તેણે બોલિવુડમાં એન્ટ્રી કરી. એક્ટ્રેસે 'દેવદાસ' અને 'હમ દિલ દે ચૂકે સનમ' જેવી ઘણી શાનદાર હિટ ફિલ્મો આપી છે. (Image: Social Media)
5 / 5
હાલમાં એક્ટ્રેસ એક્ટિંગથી દૂર છે અને તેની પુત્રી આરાધ્યા અને પતિ અભિષેક બચ્ચન સાથે ક્વોલિટી ટાઈમ સ્પેન્ડ કરી રહી છે. આ સિવાય ઐશ્વર્યા રાય પાસે દુબઈમાં 16 કરોડનો વિલા છે. (Image: Social Media)