
તમને જણાવી દઈએ બોબી દેઓલ અને તાન્યાની પત્નીની લવ સ્ટોરી ખુબ સુંદર છે. બોબી દેઓલ અને તાન્યા બંન્ને પહેલી વખત એક રેસ્ટ્રોરન્ટમાં મળ્યા હતા. 1996માં બોબી દેઓલ અને તાન્યાના લગ્ન થયા હતા.1996માં લગ્ન કરનાર બોબી દેઓલ અને તાન્યા 2 બાળકોના માતા-પિતા છે.લગ્નના 6 વર્ષ બાદ તાન્યા અને બોબી દેઓલે પોતાના બાળકનું સ્વાગત કર્યું હતુ, ત્યારબાદ 2 વર્ષ બાદ બીજા બાળકના માતા-પિતા બન્યા હતા. બાળકોના નામ આર્યમન અને ધર્મ છે.

તાન્યાની ગણતરી બિઝનેસવુમન તરીકે થાય છે. જે પોતાની એક કંપની ધ ગુડ અર્થ ચલાવે છે. તાન્યા એ સ્ટારવાઈફમાંથી છે જે હંમેશા લાઈમલાઈટથી દુર રહે છે. ધર્મેન્દ્રની નાની વહુ બિઝેનસમેનની દિકરી છે.

તાન્યા ફર્નિચર ડિઝાઇનિંગનો વ્યવસાય કરે છે. તેમની પાસે ફર્નિચર બનાવવાની પોતાની કંપની છે જે ખૂબ પ્રખ્યાત છે.એટલું જ નહીં તેણે કેટલીક ફિલ્મો માટે કોસ્ચ્યુમ પણ ડિઝાઇન કર્યા છે. જ્યારે પણ તાન્યા બોબી દેઓલ સાથે હોય છે ત્યારે બોબી દેઓલ ઉંચું ઉપાડીને પણ જોતો નથી,

સંદીપ રેડ્ડી વાંગા દ્વારા દિગ્દર્શિત ફિલ્મમાં બોબી દેઓલ ગેંગસ્ટર અબરાર હકની ભૂમિકા ભજવે છે. ફિલ્મમાં તેના પાત્રને જબરદસ્ત વખાણ મળી રહ્યા છે. ફિલ્મમાં તેની બોડી ટ્રાન્સફોર્મેશન જોઈને બધા આશ્ચર્યચકિત થઈ ગયા છે. બોબી દેઓલે લગભગ ચાર વર્ષ પછી ફિલ્મ એનિમલ દ્વારા મોટા પડદા પર પુનરાગમન કર્યું છે.