
રણબીર કપૂરની ફિલ્મની એડવાન્સ બુકિંગના તાજા આંકડા હિન્દી, તેલુગુ અને તમિલ ભાષાના છે. આ ફિલ્મે વિદેશોમાં પણ સારી કમાણી કરવાની અપેક્ષા વ્યક્ત કરી છે. તમને જણાવી દઈએ કે રણબીર કપૂરની છેલ્લી કેટલીક ફિલ્મોએ પણ સારી કમાણી કરી છે.

જો ફિલ્મની વાત કરીએ તો તેમાં પ્રથમ વખથ રણબીર કપૂર અને રશ્મિકા મંદાનાની જોડી એક સાથે જોવા મળશે. રશ્મિકાનો રોલ ફિલ્મમાં કેટલો મોટો હશે? તે સવાલ પણ ફેન્સના મનમાં ચાલી રહ્યો છે, કારણ કે ટ્રેલરમાં તેના પાત્રની લેન્થ વધારે નથી. ત્યારે બોબી દેઓલ પણ 10-11 સેકેન્ડ માટે ટ્રેલરમાં જોવા મળ્યો છે.