
કપૂર પરિવારે પણ ખૂબ જ આનંદ સાથે દિવાળીની ઉજવણી કરી હતી. કરિશ્માએ તેના માતા-પિતા, બહેન કરીના કપૂર સાથેની તસવીરો પોસ્ટ કરી છે. અભિનેત્રીએ તેના ચાહકોને દિવાળીની શુભકામનાઓ પણ પાઠવી છે.

કરિશ્મા કપૂર સોશિયલ મીડિયા પર હંમેશા એક્ટિવ રહે છે. સોશિયલ મીડિયા પર પણ તેનો ફેન બેઝ ઘણો મોટો છે. જો કે કરિશ્મા હવે બોલિવૂડમાં સક્રિય નથી, પરંતુ તે સોશિયલ મીડિયા દ્વારા તેના ફેન્સ સાથે સંપર્કમાં રહે છે.