
આકાંક્ષા પુરીએ દેશી અને મોર્ડન એમ બે લુક એક સાથે આપ્યા હતા. ગ્લોઈંગ મેકઅપ અને ઓપન હેર સાથે અભિનેત્રી પોઝ આપતી જોવા મળી હતી.

અભિનેત્રીએ રોયલ બ્લુ કલરનો ડ્રેસ પહેર્યો હતો, જેમાં તે ખૂબ જ આકર્ષક લાગી રહી હતી. તેણે ડીપ નેક બ્લાઉઝ, ઓપન હેર અને મોટી ઈયરિંગ્સ સાથે આ લુક કંપ્લીટ કર્યો છે. એક્ટ્રેસનો રિવિલિંગ લૂક જોઈને ચાહકો દંગ રહી ગયા છે. એક ચાહકે તેની સરખામણી ઉર્ફી જાવેદ સાથે કરી હતી.

ચાહકોને અભિનેત્રીનો આ લુક ખુબજ પસંદ આવ્યો હતો. આ તસવીરો પર એકે લખ્યું હતું, 'આટલું સુંદર.' બીજાએ લખ્યું, 'તમે પહેલા આટલા સુંદર હતા કે હવે હું એવું વિચારવા લાગ્યો છું.' એવી જ રીતે કોઈએ તેને શાનદાર કહ્યો તો કોઈએ ફાયર ઈમોજી આપીને તેણીની પ્રશંસા કરી.