
અજય દેવગનના પિતાએ કારપેન્ટરનું કામ શરુ કર્યુ હતુ. સમય એવો ફેરવાઈ ગયો કે વીરુ દેવગન ગેંગસ્ટર બની ગયા. આ દરમિયાન વીરુ દેવગનની મુલાકાત એક્શન ડાયરેક્ટર રવિ ખન્ના સાથે થઈ. રોડ પર લડાઈ દરમિયાન વીરુના એક્શન જોઈને રવિ ખન્નાએ તેમને સ્ટંટ ડાયરેક્ટર બનાવ્યા હતા.

વીરુ દેવગન 200થી વધારે ફિલ્મોમાં એક્શન ડાયરેક્ટર તરીકે કામ કર્યું છે. આ લિસ્ટમાં રોટી કપડા ઔર મકાન, ફૂલ ઔર કાંટે, મિસ્ટર નટવરલાલ અને રામ તેરી ગંગા મૈલી જેવી કોમર્શિયલ ફિલ્મો પણ સામેલ છે. 27 મે 2019ના રોજ 84 વર્ષની ઉંમરમાં વીરુ દેવગનનું નિધન થયુ હતુ.
Published On - 6:35 pm, Fri, 22 December 23