Gujarati News Photo gallery Chief Minister Bhupendra Patel gave the nod to build four lines of Dhansura State Highway from Naroda in Ahmedabad
Aravalli: અમદાવાદના નરોડાથી ધનસુરા સ્ટેટ હાઈવે ફોર લાઈન થશે, CM ભૂપેન્દ્ર પટેલે કહ્યુ-શામળાજી યાત્રાળુઓને મોટો ફાયદો થશે
રાજ્યના મુખ્યપ્રધાન ભૂપેન્દ્ર પટેલ દ્વારા અરવલ્લીના માલપુરમાં યોજાયેલ કાર્યક્રમમાં રહી 338.66 કરોડના વિકાસ કાર્યોના ખાતમુર્હત અને લોકાર્પણ કર્યા હતા. જેમાં નરોડા-ધનસુરા સ્ટેટ હાઈવેને ફોર લાઈન કરવા માટે ખાતમુર્હત કરાયુ હતુ.
1 / 5
રાજ્યના મુખ્યપ્રધાન ભૂપેન્દ્ર પટેલ દ્વારા અરવલ્લીના માલપુરમાં યોજાયેલ કાર્યક્રમમાં રહી 338.66 કરોડના વિકાસ કાર્યોના ખાતમુર્હત અને લોકાર્પણ કર્યા હતા. જેમાં નરોડા-ધનસુરા સ્ટેટ હાઈવેને ફોર લાઈન કરવા માટે ખાતમુર્હત કરાયુ હતુ. જેમાં ખાસ કરીને જળ સંપત્તિ વિભાગ અને માર્ગ અને મકાન વિભાગના વિકાસલક્ષી પ્રકલ્પોના ખાતમુર્હત અને લોકાર્પણ કરવામાં આવ્યા હતા.
2 / 5
માર્ગ અને મકાન વિભાગના રૂ. 77.55 કરોડના ખર્ચે અરવલ્લી, સાબરકાંઠા, ગાંધીનગર,અમદાવાદમાંથી પસાર થતા રાજ્ય ધોરીમાર્ગ નંબર 68 ( નરોડા - દહેગામ - ધનસુરા હાઇવે) ના અરવલ્લી જિલ્લાના 12.200 કિલોમીટરની લંબાઈના માર્ગના ફોરલેન કરવાના કામનું ખાતમુહૂર્ત કરવામાં આવ્યું. ઉપરાંત માલપુર તાલુકા પંચાયત ભવનનું લોકાર્પણ અને બાયડ તાલુકા પંચાયત ભવનના ખાતમુહૂર્ત કરવામાં આવ્યું. મુખ્યમંત્રી એ ઉમેર્યું હતું કે વર્ષોથી જેની માંગણી હતી તેવો નરોડા - દહેગામ - ધનસુરા રોડ ફોર લેન બનવાથી શામળાજી જતા શ્રદ્ધાળુઓ, કવોરી ઉદ્યોગને મોટો લાભ થશે.
3 / 5
ભૂપેન્દ્ર પટેલે જણાવ્યું કે કોઈ એક તાલુકામાં આટલા વિકાસલક્ષી કામ ફાળવાયા હોય તેવો આ કદાચ પહેલો પ્રસંગ છે. આજે આપણે વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના નેતૃત્વ અને માર્ગદર્શનમાં દરેક ક્ષેત્રમાં પ્રગતિ કરી રહ્યા છીએ. દરેક સમાજ શૈક્ષણિક ક્ષેત્રમાં આગળ વધી રહ્યો છે. આયુષ્માન કાર્ડ યોજનાથી આજે ગરીબ વર્ગ પણ યોગ્ય સારવાર મેળવી શકે છે, એવું તેમણે ઉમેર્યું હતું. કાર્યક્રમ અંતર્ગત મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના હસ્તે સમાજ સુરક્ષાની વિવિધ યોજનાઓના લાભાર્થીઓને મંજૂરી પત્રો પણ આપવામાં આવ્યા. આ સાથે જ સ્વામિત્વ યોજનાના લાભાર્થીઓને પણ પ્રમાણપત્ર આપવામાં આવ્યા.
4 / 5
અરવલ્લી જિલ્લામાં જળ સંપતિ વિભાગના માલપુર ગામના પનાવાડા ગામે વાત્રક નદીના ડાબા કાંઠાથી પાણી ઉદ્ વહન કરી માલપુર, મેઘરજ તથા મોડાસા તાલુકાના તળાવો ભરી સિંચાઈની સુવિધા પૂરી પાડવાના પ્રોજેક્ટનું ખાતમુહૂર્ત કરવામાં આવ્યું. અંદાજિત 178.37 કરોડના ખર્ચે તૈયાર થનાર આ પ્રોજેક્ટથી જિલ્લાના ત્રણ તાલુકાના 51 ગામોના 73 તળાવો ભરી સિંચાઇના પાણીની સમસ્યાનું નિવારણ લાવી શકાશે. અરવલ્લી જિલ્લાનું કોઈ તળાવ પાણી ભરાયાં વિના ન રહી જાય તેવી વ્યવસ્થા ભવિષ્યમાં કરવામાં આવશે એમ ઉમેર્યુ હતુ.
5 / 5
મુખ્યમંત્રીના હસ્તે મેશ્વો જળાશય આધારિત લિફ્ટ ઇરીગેશન યોજના થકી ભિલોડા અને મેઘરજ તાલુકાના તળાવો ભરી સિંચાઈના પાણીની સુવિધા પૂરી પાડવાના કામનું પણ ખાતમુહૂર્ત કરવામાં આવ્યું છે. રૂ 77.72 કરોડના ખર્ચે તૈયાર થનાર આ યોજનાથી 26 ગામના 31 તળાવો ભરી જિલ્લાના મોટી સંખ્યામાં આદિજાતિ વસ્તી ધરાવતા તાલુકામાં પણ પાણીની સમસ્યાનું નિવારણ લાવી શકાશે. બંને સિંચાઈના પ્રોજેક્ટના ખાતમુહૂર્ત પગલે જિલ્લાના ખેડૂતોમાં ખુશીની લહેર છવાઈ ગઈ છે. જળસંપત્તિ વિભાગના કેબિનેટ મંત્રી કુંવરજી બાવળિયા, રાજય મંત્રી મુકેશ પટેલ , રાજ્ય મંત્રી ભીખુસિંહ પરમાર, સાંસદ દીપસિંહ રાઠોડ ઉપસ્થિત રહ્યા હતા.
Published On - 10:04 pm, Sat, 12 August 23