Chia Seeds With Water: ચિયા સીડ્સ નાના કાળા રંગના બીજ છે, જે સ્વાસ્થ્ય માટે ખૂબ જ ફાયદાકારક માનવામાં આવે છે. મોટાભાગના લોકો વજન ઘટાડવા માટે ચિયાના બીજનો ઉપયોગ કરે છે. તમને જણાવી દઈએ કે ચિયા સીડ્સ માત્ર વજન ઘટાડવામાં જ મદદગાર નથી પરંતુ અન્ય ઘણા ફાયદાઓ પણ આપે છે. ચિયાના સીડ્સને ઘણી રીતે આહારમાં સમાવી શકાય છે, જેમ કે પાણી સાથે, સ્મૂધી સાથે, સલાડ સાથે, દહીં સાથે વગેરે. ચિયાના સીડ્સમાં ઓમેગા-3 ફેટી એ સિડ્સ, કેલ્શિયમ, પ્રોટીન, મેગ્નેશિયમ, ફાઈબર, પ્રોટીન, આયર્ન, ફોસ્ફરસ જેવા પોષક તત્વો મળી આવે છે, જે શરીરને ઘણા ફાયદા પહોંચાડવામાં મદદ કરી શકે છે.