એક ખેડૂત પુત્રથી લઈ છત્તીસગઢના સીએમ તરીકે કેવી રહી ભૂપેશ બઘેલની લાઈફ, જાણો
ભૂપેશ બઘેલનો જન્મ 23 ઓગસ્ટ 1960ના રોજ દુર્ગ જિલ્લામાં કુર્મી પરિવારમાં થયો હતો. તેઓ નંદ કુમાર બઘેલ અને બિંદેશ્વરી બઘેલના પુત્ર છે. તેમના પરિવારનો પ્રાથમિક વ્યવસાય ખેતી છે. તો ચાલો આજે ભૂપેશ બધેલના પરિવારમાં કોણ કોણ છે તેના બાળકો શું કરે તે વિશે માહિતી મેળવીએ.ભૂપેશ બઘેલની રાજકીય સફર વિદ્યાર્થી રાજનીતિથી શરૂ થઈ હતી.
1 / 7
ભૂપેશ બઘેલનો જન્મ 23 ઓગસ્ટ 1960ના રોજ દુર્ગ જિલ્લામાં કુર્મી પરિવારમાં થયો હતો. તેઓ નંદ કુમાર બઘેલ અને બિંદેશ્વરી બઘેલના પુત્ર છે. તેમના પરિવારનો પ્રાથમિક વ્યવસાય ખેતી હતો.ભૂપેશ બઘેલ છત્તીસગઢ કોંગ્રેસના અધ્યક્ષ પણ રહી ચુક્યા છે. તેઓ બે વખત કેબિનેટ મંત્રી અને પાંચ વખત ધારાસભ્ય રહી ચૂક્યા છે.
2 / 7
ભૂપેશ બઘેલ કોંગ્રેસના વરિષ્ઠ નેતા અને છત્તીસગઢ રાજ્યના મુખ્યમંત્રી રહી ચૂક્યા છે. બઘેલ આ પહેલા પણ મોટા પદ પર રહી ચૂક્યા છે. તેઓ દિગ્વિજય સિંહની સરકારમાં કેબિનેટ મંત્રી રહી ચૂક્યા છે. એટલું જ નહીં, બઘેલે છત્તીસગઢ કોંગ્રેસની સરકાર બનાવવા માટે ઘણી મહેનત કરી હતી.
3 / 7
ભૂપેશ બઘેલના લગ્ન મુક્તેશ્વરી બઘેલ સાથે થયા છે. તેમને એક પુત્ર અને ત્રણ પુત્રી છે. છત્તીસગઢ રાજ્યમાં કોંગ્રેસનો ઓબીસી ચહેરો હતા તેમની પત્ની, મુક્તેશ્વરી બઘેલ, પ્રખ્યાત હિન્દી લેખક ડૉ. નરેન્દ્ર દેવ વર્માની પુત્રી અને આધ્યાત્મિક નેતા સ્વામી આત્માનંદની ભત્રીજી છે.
4 / 7
ભૂપેશ બઘેલના લગ્ન મુક્તેશ્વરી બઘેલ સાથે થયા છે. ભૂપેશ બઘેલને એક પુત્ર અને ત્રણ પુત્રી છે. ભૂપેશ બઘેલના પુત્રનું નામ ચૈતન્ય બિટ્ટુ અને પુત્રીઓનું નામ સ્મૃતા, દીપ્તિ અને દિવ્યા છે.
5 / 7
ભૂપેશ બઘેલ ભારતીય યુવા કોંગ્રેસમાંથી તેમની રાજકીય કારકિર્દીની શરૂઆત કરી અને અખિલ ભારતીય કોંગ્રેસ સમિતિના સભ્ય બન્યા, તેઓ પ્રદેશ કોંગ્રેસ સમિતિના મહાસચિવ અને કાર્યક્રમ સંયોજક પણ હતા. તેઓ 1993માં પાટણમાંથી પ્રથમ વખત મધ્યપ્રદેશ વિધાનસભામાં ચૂંટાયા હતા અને બાદમાં તે જ બેઠક પરથી પાંચ વખત ચૂંટાયા હતા.
6 / 7
છત્તીસગઢના મુખ્યમંત્રી ભૂપેશ બઘેલના પુત્ર ચૈતન્ય બઘેલની સગાઈ 2022માં રાયપુરના લલિત મહેલમાં થઈ હતી. ત્યારબાદ લગ્નના બંધનમાં બંધાયા હતા. ભૂપેશ બઘેલના પુત્રનું નામ ચૈતન્ય છે, તેના લગ્ન ખ્યાતી વર્મા સાથે થયા છે, બંન્ને એક બાળકના પિતા પણ છે.
7 / 7
છત્તીસગઢનું રાજકીય ચિત્ર સ્પષ્ટ થયું. ચૂંટણી પરિણામોમાં ભૂપેશ બઘેલને હારનો સામનો કરવો પડી રહ્યો છે.છત્તીસગઢના મુખ્યમંત્રી ભૂપેશ બઘેલે પાટણ વિધાનસભા બેઠક પરથી ઉમેદવારી નોંધાવી હતી.
Published On - 4:32 pm, Mon, 4 December 23