
પંચમહાલ જિલ્લામાં તહેવારોને પગલે ગોધરાના ફુડ & સેફ્ટી ઓફિસર દ્વારા ખાદ્ય-પદાર્થોનું ચેકિંગ હાથ ધરવામાં આવ્યું

જિલ્લાના વિવિધ વિસ્તારોમાં ખાધ પદાર્થોનું વેચાણ કરતા એકમોમાં તહેવાર દરમિયાન વપરાતા રો-મટીરિયલ્સનું નીરિક્ષણ કરાયું

દુધ, ઘી, પનીર, ખાદ્ય-તેલ, માવો, મુખવાસ જેવા ખાદ્ય-પધાર્થોના ફુડ સેફ્ટી વિભાગ દ્વારા 30 નમુના લઈ તપાસ અર્થે લેબોરેટરીમાં મોકલાયા

આ ઉપરાંત મોબાઈલ ટેસ્ટીંગ લેબોરેટરી દ્વારા મીઠાઇ, માવો, વગેરેના 176 નમૂના સ્થળ પર જ તપાસવામાં આવ્યા તેમજ 282 કિલો અખાદ્ય પદાર્થોનો નાશ કરાયો

મીઠાઈ-ફરસાણનું ઉત્પાદન અને વેચાણ કરતી એકમોમાં સઘન તપાસ કરીને મીઠાઈના 23 નમૂના અને ફરસાણના 38 નમુના તપાસ માટે લેબોરેટરીમાં મોકલાયા