
સોસાયટીના પ્રાંગણમાં ભગવાન પુરુષોત્તમની શોભાયાત્રા તેમજ વિવિધ ભોગ સાથે કાંઠાગોરને સાથે લઈને ભજન કિર્તન સાથે મહિલાઓ ઉમંગ સાથે ભગવાન પુરુષોત્તમની ભકિતમાં લીન થઈ હતી.

ઘોડાસરના દીપમાલા બંગ્લોઝમાં ભગવાન પુરુષોત્તમની વિધિસર પુજા અર્ચના કરવામા આવી. જ્યાં કાંઠાગોરની માટીની પ્રતિમા બનાવીને મહિલાઓ રોજ ભકિતભાવથી પુજા કરે છે. ત્યારે ભક્તોએ બાંધણી થીમ પર કપડાં પહેરી આજે ભગવાનની પૂજા કરી એક અલગ માહોલ ઉભો કર્યો હતો.