Carમાં લગાવી આવી લાઈટ તો આવી બનશે ! ચલણની સાથે અકસ્માત થવાની શક્યતા
આ દિવસોમાં અકસ્માતના ઘણા કિસ્સા પ્રકાશમાં આવી રહ્યા છે, જો તમે પણ કારમાં મુસાફરી કરો છો તો આ માહિતી તમારા માટે છે. તમારી કારની લાઇટ માત્ર તમને જ નહીં પરંતુ અન્ય લોકોને પણ મારી શકે છે. આવી સ્થિતિમાં, તમારે જાણવું જરૂરી છે કે તમારે કારમાં કેટલી વોટની લાઇટ લગાવવી જોઈએ અને કેટલી નહીં.
1 / 5
માર્ગ અકસ્માતના ઘણા કિસ્સાઓ પ્રકાશમાં આવી રહ્યા છે, શિયાળામાં ફોગના કારણે રસ્તાઓ પર વિઝ્યુઅલની સમસ્યાઓ જોવા મળી રહી છે જે સમસ્યા રસ્તા પર અકસ્માતોને આમંત્રણ આપે છે તે છે. આ સાથે બીજી પણ સમસ્યા છે જેના કારણે પણ અકસ્માતો વધી રહ્યા છે અને તે છે તમારી કારની લાઈટ. તમારી સુવિધા માટે, તમે કારની લાઇટને હાઇ બીમ પર રાખો છો કે પછી ફેન્સી લાઈટ(વધારે ફોકસ આપતી લાઈટ) યુઝ કરો છો તો તમારી આવી બનશે. કારણકે આ લાઈટના વધારે ફોકશના કારણે સામેથી આવતી વ્યક્તિ અથવા કાર યોગ્ય રીતે જોઈ શકતી નથી અને આંખો અંજાઈ જાય છે. આવા અકસ્માતો ટાળવા માટે, ડ્રાઇવિંગ કરતી વખતે તમારે તમારી કારમાં કેટલી વોટની લાઇટનો ઉપયોગ કરવો જોઈએ જાણો અહીં.
2 / 5
જો તમે ડ્રાઇવિંગ કરતી વખતે તમારી કારની હેડલાઇટને હાઇ બીમ પર રાખો છો, તો તમે સામેની વ્યક્તિની આંખો અંજાઈ જાય છે. જ્યારે સામેથી આવતી કારનો ડ્રાઈવર જોઈ શકતો નથી, તો તે કારને કેવી રીતે બેલેન્સ કરી શકશે, કેવી રીતે પોતાની જાતને બચાવી શકશે.
3 / 5
સૌથી મહત્વની વાત એ છે કે રસ્તા પર કાર ચલાવતી વખતે તમારી ભૂલ તમને જ નુકસાન પહોંચાડે છે એટલું જ નહીં, નજીકના ઘણા વાહનોને પણ નુકસાન પહોંચાડે છે. આવી સ્થિતિમાં, કારમાં લગાવેલી હેડલાઇટ પર ધ્યાન આપવું અને રસ્તા પર લાઇટ પાડવાની પદ્ધતિને સમજવી ખૂબ જ મહત્વપૂર્ણ છે. નહીં તો તમે તમારી સાથે અનેક લોકોને નુકસાન પહોંચાડી શકો છો.
4 / 5
કારનો હેલોજન હેડલેમ્પ આ વોટનો હોવો જોઈએ : મોટર વાહનના નિયમો અનુસાર, કોઈપણ કારમાં 75 વોટથી વધુની હેલોજન હેડલેમ્પ હોવી જોઈએ નહીં. જો તમે ફેશન ખાતર 200 કે તેથી વધુ વોટના હેલોજન હેડલેમ્પનો ઉપયોગ કરો છો, તો તેનાથી જાન-માલનું નુકસાન થઈ શકે છે.
5 / 5
એટલું જ નહીં રાત્રે કે સવારે અંધારામાં પણ મુસાફરી કરતી વખતે સ્પીડનું ધ્યાન રાખો. આ સાથે તમે રસ્તા પર તમારી પોતાની અને અન્યની સલામતીનો વીમો કરો છો.