બોલિવૂડમાં એન્ટ્રી કર્યા બાદ નોરા ફતેહી (Nora Fatehi )લોકોની ફેવરિટ બની ગઈ હતી. તેણીની સુંદરતાએ દરેકને દિવાના બનાવી દીધા હતા સાથે જ તેણીએ તેના ડાન્સથી બધાનું મનોરંજન પણ કર્યું હતું. નોરા મૂળ રૂપે કેનેડિયન મોડલ-અભિનેત્રી છે જે બોલિવૂડ ફિલ્મોમાં તેના કામ માટે જાણીતી છે.
નોરાનો જન્મ 6 ફેબ્રુઆરી 1992ના રોજ કેનેડામાં એક મોરોક્કન પરિવારમાં થયો હતો. અનેક ઈન્ટરવ્યુમાં તેમણે કહ્યું કે ભારત હંમેશા તેમના દિલમાં રહે છે. નોરા બેલી ડાન્સની ઉત્તમ ડાન્સર છે. તે ઘણા રિયાલિટી શોમાં પોતાનો ડાન્સ કરતી જોવા મળી છે.
નોરાએ ડાન્સ સિવાય ફિલ્મોમાં પણ ઘણું કામ કર્યું છે. તેણે હિન્દી ફિલ્મ Roar: Tigers of Sundarbans થી ફિલ્મોમાં તેની કરિયરની શરૂઆત કરી હતી. આ પછી તે પુરી જગન્નાથની તેલુગુ ફિલ્મ ટેમ્પરમાં આઈટમ નંબર કરતી જોવા મળી હતી.
નોરાએ બીજી ઘણી ફિલ્મોમાં કામ કર્યું. તે છેલ્લે અજય દેવગણની ફિલ્મ 'ભુજઃ ધ પ્રાઈડ ઓફ ઈન્ડિયા'માં મહત્વની ભૂમિકા ભજવતી જોવા મળી હતી. આ સિવાય તેણે ઘણી ફિલ્મોમાં શાનદાર આઈટમ નંબર કર્યા છે. જ્હોનની ફિલ્મ 'સત્યમેવ જયતે'ના ગીત 'દિલબર' પરનો તેમનો ડાન્સ ખૂબ જ લોકપ્રિય થયો હતો.
આ સિવાય નોરા ઘણા રિયાલિટી શોમાં પણ જોવા મળી છે. તે ઈન્ડિયાઝ બેસ્ટ ડાન્સરમાં જજની ભૂમિકામાં પણ જોવા મળી હતી. તે હાલમાં ગુરુ રંધાવાના મ્યુઝિક વિડિયો 'ડાન્સ મેરી રાની' માટે ઘણી ચર્ચામાં છે.