કેનેડાએ વિઝાના નિયમો કર્યા કડક, જાણો ભારતીય વિદ્યાર્થીઓને કેટલી પડશે તકલીફ અને શું કરાયા ફેરફાર?
કેનેડાએ સ્ટુડન્ટ વિઝામાં 35 ટકાનો ધરખમ ઘટાડો કર્યો છે. જેના કારણે મોટી સંખ્યામાં ભારતીય વિદ્યાર્થીઓને પરિણામ ભોગવવા પડશે. ગયા વર્ષે કેનેડાની સરકારે 2023માં 5 લાખ 79 હજાર વિઝા જાહેર કર્યા હતા. પરંતુ સ્ટુડન્ટ વિઝામાં આ ઘટાડા બાદ સ્ટુડન્ટ વિઝાની સંખ્યા ઘટીને 3 લાખ 64 હજાર થઈ જશે.
1 / 5
ભારત અને કેનેડા વચ્ચે શરૂ થયેલા તણાવે એક નવા સંકટને જન્મ આપ્યો છે. જોકે, કેનેડાએ ભારત માટે અલગથી કોઈ નિર્ણય લીધો નથી. પરંતુ કેનેડાની સરકારે તાજેતરમાં વિદ્યાર્થીઓ માટેના વિઝાના નિયમો (કેનેડા સ્ટુડન્ટ વિઝા) બદલ્યા છે. આ નિર્ણયની અસર મોટાભાગે ભારતીય વિદ્યાર્થીઓ પર જોવા મળશે.
2 / 5
કેનેડાના વિદ્યાર્થી વિઝાનો મુદ્દો શું છે તેના તરફ નજર કરવામાં આવે તો, કેનેડાએ સ્ટુડન્ટ વિઝામાં 35 ટકાનો ધરખમ ઘટાડો કર્યો છે. જેના કારણે મોટી સંખ્યામાં ભારતીય વિદ્યાર્થીઓને પરિણામ ભોગવવા પડશે. ગયા વર્ષે કેનેડાની સરકારે 2023માં 5 લાખ 79 હજાર વિઝા જાહેર કર્યા હતા. પરંતુ સ્ટુડન્ટ વિઝામાં આ ઘટાડા બાદ સ્ટુડન્ટ વિઝાની સંખ્યા ઘટીને 3 લાખ 64 હજાર થઈ જશે. આ સાથે, કેનેડા સરકાર વિવિધ પ્રાંતો અને પ્રદેશો અનુસાર પરમિટની સંખ્યા પણ નક્કી કરી શકે છે.
3 / 5
શા માટે સ્ટુડન્ટ વિઝાની સંખ્યામાં ઘટાડો કર્યો તેની વાત કરવામાં આવે તો, નવા વિઝા નિયમો અંગે કેનેડાની સરકારે કહ્યું કે આ નવા નિયમોનો હેતુ વિદ્યાર્થીઓને ખાનગી સંસ્થાઓ દ્વારા લેવામાં આવતા ગેરકાનૂની લાભોથી બચાવવાનો છે.
4 / 5
મહત્વનું છે કે, કેનેડાના સ્ટુડન્ટ વિઝામાં ભારતીય વિદ્યાર્થીઓનો મોટો હિસ્સો છે. બહારથી આવતા વિદ્યાર્થીઓની મોટી સંખ્યામાં આવાસ અને બજારો પર અસર પડે છે. કેનેડાની સરકારે વર્ષ 2023માં 2 લાખ 15 હજાર ભારતીય વિદ્યાર્થીઓને કેનેડામાં અભ્યાસ કરવા માટે વિઝા આપ્યા હતા. તે પહેલા વર્ષ 2022માં 2 લાખ 25 હજાર ભારતીય વિદ્યાર્થીઓ અભ્યાસ માટે કેનેડા ગયા હતા.
5 / 5
કેનેડા સરકાર દ્વારા સ્ટુડન્ટ વિઝા માટે કરાયેલા કાપ બાદ કેનેડામાં ભારતીય વિદ્યાર્થીઓની સંખ્યામાં ઘટાડો થશે. પરંતુ સવાલ એ પણ ઉઠી રહ્યો છે કે આવા સંજોગોમાં વિદ્યાર્થીઓ પાસે શું વિકલ્પ છે?
Published On - 7:43 pm, Fri, 26 January 24