Tesla પહેલા આ ગ્લોબલ ઇલેક્ટ્રિક કાર ભારતમાં કરશે એન્ટ્રી, બુકિંગ શરૂ

|

Feb 12, 2024 | 9:49 PM

ઈલેક્ટ્રિક કારની દુનિયામાં ટેસ્લા અને BYD વિશ્વની સૌથી મોટી ઇલેક્ટ્રિક કાર કંપની બનવાની રેસમાં એકબીજા સાથે જોરદાર સ્પર્ધામાં છે. હવે આ સ્પર્ધા ભારતમાં પણ જોવા મળી શકે છે. ટેસ્લા ભારતમાં એન્ટ્રી કરવાની તૈયારી કરી રહી છે. તો બીજી તરફ BYD ભારતીય બજારમાં પહેલેથી જ છે. ટેસ્લા પહેલા BYD seal ભારતમાં લોન્ચ થઈ શકે છે.

1 / 6
ઈલેક્ટ્રિક કારની દુનિયામાં ટેસ્લા અને BYD વિશ્વની સૌથી મોટી ઇલેક્ટ્રિક કાર કંપની બનવાની રેસમાં એકબીજા સાથે જોરદાર સ્પર્ધામાં છે. હવે આ સ્પર્ધા ભારતમાં પણ જોવા મળી શકે છે.

2 / 6
હાલમાં એવી ચર્ચા છે કે, ટેસ્લા ભારતમાં એન્ટ્રી કરવાની તૈયારી કરી રહી છે. તો બીજી તરફ BYD ભારતીય બજારમાં પહેલેથી જ છે. ટેસ્લા પહેલા BYD seal ભારતમાં લોન્ચ થઈ શકે છે. તેનું બિનસત્તાવાર બુકિંગ પણ શરૂ થઈ ગયું છે.

3 / 6
મીડિયા રિપોર્ટ્સ અનુસાર, રોડ ટેસ્ટિંગ દરમિયાન BYD seal જોવા મળી છે. આ ઇલેક્ટ્રિક સેડાનનું વેચાણ માર્ચ 2024થી શરૂ થઈ શકે છે. ભારતમાં BYDની આ ત્રીજી કાર હશે.

4 / 6
BYD sealમાં 15.6 ઇંચની ફરતી ઇન્ફોટેનમેન્ટ ડિસ્પ્લે છે. ડ્રાઇવર માટે અલગ 10.25-ઇંચ ડિજિટલ ઇન્સ્ટ્રુમેન્ટ ક્લસ્ટર અને હેડ-અપ ડિસ્પ્લે હશે. ફ્લોટિંગ ટચસ્ક્રીન સાથે સેન્ટ્રલ એસી વેન્ટ આપવામાં આવશે. ઈન્ટેરિયરમાં ગ્લોસ બ્લેક ઇન્સર્ટ આપવામાં આવ્યા છે. સ્પીકર્સ દરવાજાના હેન્ડલ્સ સાથે આપવામાં આવ્યા છે.

5 / 6
આંતરરાષ્ટ્રીય બજારમાં BYD seal બે બેટરી પેક વિકલ્પો સાથે આવે છે. 61.4 kWh વેરિઅન્ટ ફુલ ચાર્જ પર 500 કિમીની રેન્જ આપે છે. તો 82.5 kWh વેરિઅન્ટ સિંગલ ચાર્જ પર 700 કિમી સુધીનું અંતર કાપી શકે છે. બંને મોડલમાં BYDની બ્લેડ ટેક્નોલોજીનો ઉપયોગ કરવામાં આવ્યો છે.

6 / 6
ભારતમાં ડીલરોએ BYD seal માટે બિનસત્તાવાર બુકિંગ લેવાનું શરૂ કર્યું છે. જ્યારે કારની કિંમત જાહેર કરવામાં આવશે, ત્યારે તેની ડિલિવરી પણ શરૂ થઈ જશે. BYD sealની સંભવિત કિંમત લગભગ 50 લાખ રૂપિયા હોઈ શકે છે. (Image : BYD)

Next Photo Gallery