ડિસેમ્બર મહિનામાં અદાણીના શેરમાં જોરદાર ઉછાળો આવ્યો છે. 30 નવેમ્બરે કંપનીના શેર રૂ.825.50 પર બંધ થયા હતા. આજે કંપનીનો શેર રેકોર્ડ રૂ. 1,082.95 પર પહોંચ્યો હતો. આનો અર્થ એ થયો કે આ સમયગાળા દરમિયાન કંપનીના શેરમાં 31 ટકાથી વધુનો વધારો જોવા મળ્યો છે. તે જ સમયે, કંપનીના માર્કેટ કેપમાં રૂ. 55,612.78 કરોડનો વધારો જોવા મળ્યો છે. આજે જ્યારે કંપનીના શેર રેકોર્ડ સ્તરે પહોંચ્યા ત્યારે માર્કેટ કેપ રૂ. 2,33,932.24 કરોડ પર આવી ગયું હતું. 30 નવેમ્બરે કંપનીનું માર્કેટ કેપ 178319.46 કરોડ રૂપિયા હતું. આજે બજાર બંધ થયું ત્યારે કંપનીનું માર્કેટ કેપ રૂ. 2,20,042.55 કરોડ હતું.