
અમદાવાદ-મુંબઈ બુલેટ ટ્રેન પ્રોજેક્ટ ઝડપભેર આગળ વધી રહ્યો છે, મણીનગરમાં પિલર તૈયાર કરાયા બાદ બાકીનું કામ હાથ પર લેવાયું છે.

બુલેટ ટ્રેન પ્રોજેક્ટના કામને લઈને એક બાજુનો માર્ગ પણ ટ્રાફિક માટે બંધ કરવામાં આવ્યો છે. રસ્તો બંધ કરાતા વાહન ચાલકોને અવર-જવરમાં અડચણ પડી રહી છે.

બુલેટ ટ્રેન પ્રોજેક્ટની કામગીરી યુદ્ધના ધોરણે ચાલી રહી છે, ત્યારે મુંબઈ-અમદાવાદ બુલેટ ટ્રેન સેવા 2026 સુધીમાં શરૂ થવાની અપેક્ષા છે.

બુલેટ ટ્રેન શરૂ થયા પછી અમદાવાદ-મુંબઈ વચ્ચેનું અંતર ઘટીને 508 કિમી થઈ જશે અને માત્ર બે કલાકને સાત મિનિટમાં આ અંતર કાપી શકાશે

આ ટ્રેન મહારાષ્ટ્રમાં 155.76 કિમી, દાદરા અને નગર હવેલીમાં 4.3 કિમી અને ગુજરાતમાં 348.04 કિમીને આવરી લેશે