
BSNL નો 197 રૂપિયાનો પ્લાન : ભારત સંચાર નિગમ લિમિટેડના 197 રૂપિયાના પ્લાનમાં યુઝર્સને 70 દિવસની વેલિડિટી મળે છે. આ પ્લાનમાં યુઝર્સને અનલિમિટેડ કોલિંગ સાથે દરરોજ 2GB 4G ડેટા મળે છે. આ ડેટા ફક્ત પ્રથમ 15 દિવસ માટે જ ઉપલબ્ધ છે. આ પછી તમને 40kbpsની ઇન્ટરનેટ સ્પીડ મળશે. આ સાથે BSNLના આ પ્લાનમાં ઝિંગ મ્યુઝિક કન્ટેન્ટની સુવિધા પણ ઉપલબ્ધ છે.

BSNLનો 108 રૂપિયાનો પ્લાન : BSNLનો 108 રૂપિયાનો પ્લાન 28 દિવસની વેલિડિટી સાથે આવે છે. આમાં અમર્યાદિત વોઈસ કોલિંગ અને દરરોજ 1 જીબી ડેટા મળે છે. જો કે, આમાં SMS લાભો આપવામાં આવ્યા નથી. પરંતુ એટલું ચોક્કસ કહી શકાય કે તેમાં ઉપલબ્ધ સુવિધાઓ અન્ય કંપનીઓની યોજનાઓ કરતાં ઘણી સારી છે.