
કોમનવેલ્થ ગેમ્સ 2026માં ભારતે કુલ 13 ગોલ્ડ મેડલ જીત્યા છે. ટુંકમાં ભારતીય એથલીટ કોમનવેલ્થ ગેમ્સમાં ચેમ્પિયન બની છે. તેમણે 13માંથી 8 ગોલ્ડ મેડલ જીત્યા છે. તો ચાલો આજે આપણે આ 8 દીકરીઓ કોણ કોણ છે. તેના વિશે જાણીએ. જેમણે ગ્લાસગોમાં ગોલ્ડ મેડલ જીતી ભારતની શાન વધારી છે.

કોમનવેલ્થ ગેમ્સ 2026માં પહેલો ગોલ્ડ મેડલ વેટલિફ્ટર મીરાબાઈ ચાનુએ જીત્યો હતો. તેમણે આ સફળત કોમનવેલ્થ ગેમ્સમાં રેકોર્ડ બનાવ્યો છે. મહિલાના 48 કિલોગ્રામ ભાર વર્ગમાં ગોલ્ડ મેડલ જીત્યો છે.

ભારત માટે કોમનવેલ્થ ગેમ્સ 2026માં બીજો ગોલ્ડ મેડલ જીતનારી એથલીટ શર્મિલા ઘનખડ રહી છે. જેમણે પેરા એથલેટિક્સમાં મહિલાઓના શોટ પુટ F57 ઈવેન્ટમાં ગોલ્ડ મડેલ પર કબજો કર્યો હતો.

અસ્મિતા ડે કોમનવેલ્થ ગેમ્સના ઈતિહાસમાં ભારતને જુડોમાં પહેલો ગોલ્ડ મેડલ જીતાડનાર એથલીટ હતી. તેમણે ગ્લાસગો 2026માં મહિલાઓની 48 કિલોગ્રામભાર વર્ગમાં દેશ માટે ગોલ્ડ જીતી ઈતિહાસ રચ્યો હતો.

ભારત માટે સૌથી મોટો ધમાકો બોક્સિંગની રીંગમાં ઉતરનારી દીકરીઓએ કર્યો હતો. બોક્સિંગમાં ભારતની 5 દીકરીઓએ ગોલ્ડ મેડલ જીત્યો હતો. સાક્ષી ચૌધરીએ 51 કિલોગ્રામ અરુંધતી ચૌધરીએ 70 કિલોગ્રામ કેટેગરીમાં ગોલ્ડ મેડલ પોતાને નામ કર્યો હતો.

ભારત માટે પ્રીતિ પવારે 54 કિલોગ્રામમાં ગોલ્ડ મેડલ જીત્યો હતો. જૈસ્મીન લમ્બોરિયાએ 57 કિલોગ્રામ ભાર વર્ગમાં ગોલ્ડ મેડલ પોતાને નામ કર્યો હતો. તો મહિલાની 60 કિલોગ્રામ કેટેગરીમાં પ્રિયા ધંધાસે ગોલ્ડ મેડલ જીત્યો હતો.( All Photo: PTI)