
પૂર્ણ ચંદ્રગ્રહણને બ્લડ મૂન કહેવામાં આવે છે અને આ સમય દરમિયાન પૃથ્વી ચંદ્રને તેના પડછાયાથી સંપૂર્ણપણે ઢાંકી દે છે. જ્યારે ચંદ્ર પૃથ્વીના પડછાયામાં સંપૂર્ણપણે ઢંકાઈ જાય છે, ત્યારે તેનો રંગ આછો નારંગી થઈ જાય છે. આને બ્લડ મૂન કહેવામાં આવે છે.

ભારતના ઘણા શહેરોમાં લોકોએ આકાશમાં બ્લડ મૂનનું દૃશ્ય જોયું અને આ પ્રસંગે ચંદ્ર તેજસ્વી લાલ દેખાયો. ખુલ્લી આંખોથી ચંદ્રગ્રહણ જોવામાં કોઈ જોખમ નથી કારણ કે ચંદ્રનો પ્રકાશ ખૂબ તેજસ્વી નથી. તેથી તમે તેને જોઈ શકો છો.

લોકોને ઘણીવાર ચંદ્રગ્રહણ વિશે ડર હોય છે કે તેને નરી આંખે જોવું જોઈએ કે નહીં. વૈજ્ઞાનિકોના મતે, નરી આંખે ચંદ્રગ્રહણ જોવું સંપૂર્ણપણે સલામત છે.