2 વર્ષ બાદ મુંબઈમાં યોજાઈ સૌથી મોટી મેરેથોન, 55,000 થી વધારે લોકો બન્યા રેસનો હિસ્સો

|

Jan 15, 2023 | 12:16 PM

મુંબઈ મેરેથોન વિશ્વની ટોપ-10 મેરેથોનમાંની એક છે. આ રેસને 6 અલગ-અલગ કેટેગરીમાં વહેંચવામાં આવી છે. મેરેથોનમાં ભાગ લેવા માટે વિકલાંગ લોકો પણ પહોંચી ગયા છે, જ્યાં ચેમ્પિયન્સ વિથ ડિસેબિલિટી કેટેગરીની રેસ યોજાવાની છે. ફોટા જુઓ...

1 / 5
2020 પછી પહેલીવાર મુંબઈમાં મેરેથોન દોડ યોજાઇ છે. મુંબઈવાસીઓ અહીં પૂરા ઉત્સાહમાં જોવા મળ્યા હતા ,હાફ મેરેથોન સિવાય, ટાટા મુંબઈ મેરેથોનની અન્ય તમામ રેસ રવિવારે મુંબઈ છત્રપતિ શિવાજી મહારાજ ટર્મિનસ (CSMT) થી શરૂ થઈ હતી.

2 / 5
કોરોના મહામારીને કારણે 2021 અને 2022માં મુંબઈ મેરેથોનનું આયોજન થઈ શક્યું નથી. આ વખતે મેરેથોનને લઈને લોકોમાં વધુ ઉત્સાહ જોવા મળી રહ્યો છે. આ વખતે મુંબઈ મેરેથોન માટે 55,000 થી વધુ લોકોએ રજીસ્ટ્રેશન કરાવ્યું છે, જેના માટે કડક સુરક્ષા વ્યવસ્થા કરવામાં આવી છે.

3 / 5
સુરક્ષા માટે 3,600 થી વધુ પોલીસ દળો તૈનાત કરવામાં આવ્યા છે, જેઓ કોઈપણ દુર્ઘટના વીના મેરથોન સુરક્ષીત કરી હતી.

4 / 5
મેરેથોનમાં ભાગ લેવા માટે વિકલાંગ લોકો પણ પહોંચ્યા છે, જ્યાં તેમને એક અલગ ચેમ્પિયનશિપ રેસ કરવાની હોય છે. તેઓ ઉત્સાહથી ભરેલા દેખાઈ રહ્યા છે. મુંબઈ મેરેથોન વિશ્વની ટોપ-10 મેરેથોનમાંની એક છે. આ રેસને 6 અલગ-અલગ કેટેગરીમાં વહેંચવામાં આવી છે.

5 / 5
ફુલ મેરેથોન જે 42 કિલોમીટરની હતી. આ ઉપરાંત હાફ મેરેથોન 21 કિમી, ડ્રીમ્સ રન 6.6 કિમી, સિનિયર સિટીઝન 4.7 કિમી, ચેમ્પિયન વિથ ડિસેબિલિટી કેટેગરીની રેસ 2.1 કિમી અને ઓપન 10 કિમી દોડ યોજાય હતી.

Next Photo Gallery