
નાયબ પોલીસ અધિક્ષક ભરૂચ, અંકલેશ્વર, જંબુસરના સુપરવિઝન હેઠળ ભરૂચ જીલ્લા પોલીસની અલગ અલગ ટીમો બનાવી ભરૂચ શહેર 'સી” ડીવીઝન પો.સ્ટે વિસ્તાર, અંકલેશ્વર જી.આઇ.ડી.સી પો.સ્ટે. વિસ્તાર, પાનોલી, ઝઘડીયા જી.આઇ.ડી.સી વિસ્તાર, દહેજ તથા જંબુસર ખાતે કોમ્બિંગ કર્યું હતું.

અસમાજીક પ્રવૃતિ, વાહન ચેકિંગ, મકાન ભાડુઆત ચેકીંગ વિગેરે બાબતે તપાસ સહિતની કામગીરી કરવામાં આવી હતી. આ કોમ્બીંગની કામગીરીમાં લોકલ ક્રાઇમ બ્રાંચ, સ્પેશિયલ ઓપરેશન ગૃપ, પેરોલ ફર્લો સ્કોડ, એન્ટી હ્યુમન ટ્રાફીકીંગ યુનીટ ટીમ, બોમ્બ ડીસ્પોઝ ટીમ, ક્વીક રીસ્પોન્સ ટીમ, પોલીસ સ્ટેશનોની ટીમ જોડાઈ હતી.

કોમ્બીન્ગમાં કુલ 24 પોલીસ ઇન્સપેક્ટર, 23 પોલીસ સબ ઇન્સપેક્ટર તથા ૨૩૫ જેટલા પોલીસકર્મીઓ કોમ્બિંગમાં જોડાયેલ અને કોમ્બિંગ દરમ્યાન નીચે મુજબની અસરકારક અને પરીણામલક્ષી કામગીરી કરવામાં આવેલ છે.