
નવું સંશોધન કહે છે કે, જે લોકો ઝડપી ગતિએ ચાલે છે તેમને ડાયાબિટીસનું જોખમ સામાન્ય ગતિએ ચાલતાં લોકો કરતાં 24 ટકા ઓછું થઈ જાય છે. તેમજ જો તમે ચાલવાની સ્પીડ વધારશો, તો આ મેટાબોલિક ડિસઓર્ડર એટલે કે ડાયાબિટીસનું જોખમ 39 ટકા સુધી ઘટાડી શકાય છે. એટલે કે સામાન્ય વૉક કરવાને બદલે, જો તમે ઝડપથી ચાલશો તો તે વધુ સારૂ રહે છે.

હૃદયની તંદુરસ્તી : ડાયાબિટીસથી બચવા માટે સામાન્ય વૉકિંગ કરતાં ઝડપી ગતિએ ચાલવું વધુ સારું છે. ઝડપી ચાલવાથી હૃદયના ધબકારા વધે છે અને શરીરમાં ઓક્સિજનનું સ્તર સુધરે છે. જેનાથી ઇન્સ્યુલિનની સંવેદનશીલતા અને ચયાપચયને સુધારવામાં અસરકારક સાબિત થાય છે. ડાયાબિટીસના દર્દીઓ માટે તે માત્ર બ્લડ સુગરને નિયંત્રિત કરવામાં મદદરૂપ નથી પરંતુ તે તમારા હૃદયના સ્વાસ્થ્યને પણ સુધારે છે અને તમે વજન જાળવી રાખવામાં પણ સક્ષમ કરે છે.

ડૉક્ટરની સલાહ : સંશોધનમાં કેટલાક લોકો પર કરવામાં પરીક્ષણો કર્યા હોય છે અને તેના આધારે પરિણામો આપવામાં આવે છે. તેથી તમારે તમારા રૂટિનમાં કસરતને ઉમેરતા પહેલા તમારા ફેમિલિ ડોક્ટરની સલાહ લેવી જરૂરી છે.