
ભારતનું સૌથી લોકપ્રિય સ્ટેશનોમાં મનાલીનું નામ પણ સામેલ છે.આ સ્થળ ભારતમાં રહેતા મોટાભાગનું પસંદીનું શહેર છે. શિયાળામાં અહિ પહાડો પર બરફની ચાદર જોવા મળતી હોય છે.

ગુલમર્ગમાં ખુબ જ સ્નોફોલ જોવા મળે છે. આ સાથે તમે સ્કીઈંગની મજા પણ લઈ શકો છો. આ કાશ્મીરનું સૌથી વધુ પસંદ થનારું સ્થળ છે. સ્નોફોલના શૌખીનો પોતાના લિસ્ટમાં ગુલમર્ગને જરુર સામેલ કરે છે.

ડિસેમ્બર મહિનામાં ફરવા માટે લેહ લોકપ્રિય સથ્ળ છે. જો તમે અહિ ડિસેમ્બર મહિનામાં જવાનો પ્લાન બનાવી રહ્યા છો તો ટિકિટ પણ સસ્તામાં મળી જશે. આ ઋતુમાં ભીડ પણ હશે નહિ તેમજ હોટલ બુકિંગ માટે પણ કોઈ પરેશાની થશે નહિ.