
લીંબુનો રસ : લીંબુનો રસ ઉધઈને દૂર કરવામાં પણ અસરકારક છે. આ માટે તમે માત્ર એક સ્પ્રે બોટલ લો તેમાં લીંબુનો રસ ભરો. જ્યાં ઉધઈનો ઉપદ્રવ હોય ત્યાં લાકડા પર તે રસનો છંટકાવ કરવો. થોડા દિવસોમાં તમે જોશો કે ઉધઈ દૂર થઈ જશે.

મીઠું અને ગરમ પાણી : મીઠું અને ગરમ પાણીનું મિશ્રણ પણ ઉધઈને દૂર કરવામાં અસરકારક છે. આ માટે માત્ર એક કપ પાણી ગરમ કરો અને તેમાં એક કપ મીઠું નાખો. તેને સ્પ્રે બોટલમાં ભરો અને જ્યાં ઉધઈ હોય ત્યાં સ્પ્રે કરો. થોડા દિવસોમાં તમને તેની અસર દેખાવા લાગશે.

લાલ મરચું : લાલ મરચાંનો પાવડર પણ ઉધઈને દૂર કરવામાં અસરકારક છે. આ માટે જ્યાં જ્યાં ઉધઈ હોય ત્યાં લાલ મરચાનો પાવડર ભરો. તેનાથી ઉધઈ દૂર થઈ જશે.

સૂર્યપ્રકાશમાં મુકો : જો લાકડાની કોઈપણ વસ્તુને ઉધઈનો ચેપ લાગ્યો હોય, તો તેમાંથી છુટકારો મેળવવાનો સૌથી સહેલો રસ્તો એ વસ્તુને સૂર્યપ્રકાશમાં લાવવાનો છે. તમે દિવસમાં લગભગ 4 થી 5 કલાક કરો. આમ અઠવાડિયામાં 2 વાર કરવાથી તમને ઉધઈથી છુટકારો મળશે.
Published On - 12:02 pm, Mon, 8 July 24