આ શહેરોમાં ચાલી રહી છે સર્વિસ : ફૂડ ડિલિવરી પ્લેટફોર્મ સ્વિગીની આ સર્વિસ છ મોટાં શહેરો - હૈદરાબાદ, મુંબઈ, દિલ્હી, પુણે, ચેન્નાઈ અને બેંગલુરુમાં મુખ્ય સ્થાનો પર પહેલેથી જ કાર્યરત છે. આગામી થોડાં અઠવાડિયામાં તેને વધુ જિલ્લાઓમાં લાવવામાં આવશે. બોલ્ટ ઉપભોક્તાની બે કિલોમીટરની ત્રિજ્યામાં પસંદ કરેલા રેસ્ટોરન્ટ્સમાંથી ઇન્સ્ટન્ટ ફૂડ ડિલિવરી સર્વિસ આપે છે. સ્વિગીએ કહ્યું કે, આગામી સપ્તાહોમાં આ સર્વિસને વધુ વિસ્તારોમાં વિસ્તારવામાં આવશે. બોલ્ટ બર્ગર, ગરમ પીણા, ઠંડા પીણા, નાસ્તાની વસ્તુઓ અને બિરયાની જેવી લોકપ્રિય વાનગીઓ ઓફર કરે છે જેને તૈયાર કરવામાં ઓછામાં ઓછો સમય લાગે છે.