
N-95 માસ્કમાં ઘણી માહિતી આપવામાં આવી છે જે દર્શાવે છે કે તે વાસ્તવિક છે. ઉદાહરણ તરીકે, N-95 માસ્કમાં, NIOSH નામ, બ્રાન્ડ નામ, મંજૂરી નંબર, મોડેલ નંબર, લોટ નંબર અને ફિલ્ટર નંબર આપવામાં આવે છે. આ જણાવે છે કે માસ્કને તપાસ બાદ જ માર્કેટમાં ઉતારવામાં આવ્યું છે. અમેરિકી સ્વાસ્થ્ય એજન્સી સીડીસી દ્વારા બહાર પાડવામાં આવેલી આ તસવીર પરથી આ વાત સમજી શકાય છે. માસ્ક પર ઘણી બધી વસ્તુઓ હાજર હોવી જોઈએ. ((PS : CDC)

એટલું જ નહીં, માસ્ક પર દેખાતી બ્રાન્ડની પણ તપાસ કરવામાં આવે છે. CDC ઇન્ડેક્સમાં N-95 માસ્ક બનાવનાર બ્રાન્ડનું નામ તપાસો. તે બ્રાન્ડનું નામ જોવા માટે CDC ની ઓફિશિયલ વેબસાઇટ પર જાઓ. જો તે બ્રાન્ડનું નામ સીડીસીના લિસ્ટમાં નથી તો તેનો અર્થ છે કે તે નકલી છે. ( symbolic photo)