Beauty Tips : ત્વચા પર પડેલા કાળા ધબ્બાને આ ઘરેલુ વસ્તુઓથી કરો દૂર
ઘણી યુવતીઓના ચહેરા પર કાળા ધબ્બાની સમસ્યા હોય છે. જેના માટે મોંઘા બ્યુટી પ્રોડક્ટો વાપર્યા પછી પણ કોઈ પરિણામ મળતું નથી. ત્યારે કેલટીક ઘરેલુ વસ્તુઓનો ઉપયોગ કરીને તેને દૂર કરી શકાય છે.
1 / 5
બટેટા - બટેટા ત્વચાના ડાર્ક સ્પોટ્સ અને પિગમેન્ટેશનને દૂર કરવાનું કામ કરે છે. આ માટે બટાકાની સ્લાઈસ લો અને તેને અસરગ્રસ્ત જગ્યા પર 15 થી 20 મિનિટ સુધી રાખો. તમે તેને થોડો સમય મસાજ પણ કરી શકો છો. ત્યાર બાદ ચહેરો ધોઈ લો.
2 / 5
પપૈયું - પપૈયું ત્વચાને એક્સ્ફોલિએટ કરવાનું અને ત્વચાના ટોનને સંતુલિત કરવાનું કામ કરે છે. છૂંદેલા પપૈયાથી તમારી ત્વચાની માલિશ કરો. તેને ત્વચા પર 20 મિનિટ સુધી રહેવા દો. ત્યાર બાદ ધોઈ લો.
3 / 5
લીંબુનો રસ - લીંબુનો રસ ત્વચાના ડાર્ક સ્પોટ્સ અને પિગમેન્ટેશનને દૂર કરવાનું કામ કરે છે. તેને ત્વચા પર લગાવો અને 10 થી 20 મિનિટ માટે રહેવા દો. ત્યાર બાદ તેને પાણીથી સાફ કરી લો.
4 / 5
દૂધ - દૂધમાં લેક્ટિક એસિડ હોય છે. તે ખીલથી છુટકારો મેળવવામાં મદદ કરે છે. આ માટે એક કોટન બોલને દૂધમાં બોળીને આખા ચહેરા પર લગાવો. 10 મિનિટ પછી તેને ધોઈ લો.
5 / 5
ડુંગળીનો રસ - ડુંગળીનો રસ માત્ર વાળ માટે જ ફાયદાકારક નથી પરંતુ ત્વચા પરના ડાર્ક સ્પોટ્સથી છુટકારો મેળવવામાં પણ મદદ કરે છે. તેનો રસ ત્વચા પર 10 થી 20 મિનિટ સુધી રહેવા દો. તે પછી ત્વચાને પાણીથી ધોઈ લો.