BAPS શાહીબાગ મંદિરમાં સ્વામિનારાયણ ભગવાનને ધરાવાયો ભવ્ય અન્નકૂટ, 1200 થી વધારે વાનગીઓ તૈયાર કરવામાં આવી

|

Nov 13, 2023 | 2:14 PM

અમદાવાદના શાહીબાગ ખાતે આવેલા BAPS સ્વામિનારાયણ મંદિરમાં ભક્તિભાવ સાથે સંતો અને ભક્તોએ ઠાકોરજીને ધરાવેલ 1200થી વધારે વાનગીઓના ધરાવેલા અન્નકૂટના દર્શન કર્યા હતા. છેલ્લાં 45 દિવસથી આ ભવ્ય અન્નકૂટ માટેની તૈયારીઓ શરૂ કરવામાં આવી હતી. સંતોની સાથે પુરુષ હરિભક્તોની સાથે મહિલા હરિભક્તોએ સેવા પ્રવૃત્તિમાં ભાગ લીધો હતો.

1 / 5
દર વર્ષે દિવાળી બાદ નૂતન વર્ષની શરૂઆતે ઠાકોરજીને જુદી-જુદી વાનગીઓનો અન્નકૂટ ધરાવવામાં આવે છે. પૂજ્ય મહંત સ્વામી મહારાજના શુભાશિષથી દેશ અને વિદેશના આવેલા બધા જ BAPS સ્વામિનારાયણ મંદિરમાં અન્નકૂટની ઉજવણી કરવામાં આવી છે.

2 / 5
અમદાવાદના શાહીબાગ ખાતે આવેલા BAPS સ્વામિનારાયણ મંદિરમાં ભક્તિભાવ સાથે સંતો અને ભક્તોએ ઠાકોરજીને ધરાવેલ 1200થી વધારે વાનગીઓના ધરાવેલા અન્નકૂટના દર્શન કર્યા હતા. છેલ્લાં 45 દિવસથી આ ભવ્ય અન્નકૂટ માટેની તૈયારીઓ શરૂ કરવામાં આવી હતી.

3 / 5
સંતોની સાથે અમદાવાદમાંથી યુવા અને પુરુષ હરિભક્તોની સાથે 1500 કરતાં વધારે મહિલા હરિભક્તોએ છેલ્લાં એક મહિના દરમિયાન અન્નકૂટને લગતી જુદી-જુદી સેવા પ્રવૃત્તિમાં ભાગ લીધો હતો.

4 / 5
અંદાજે 1.5 લાખ જેટલાં અન્નકૂટના પ્રસાદ માટેના બોક્સને જર્મન ટેકનોલોજીના ઉપયોગથી આધુનિક મશીનો દ્વારા ઓક્સિજન-નાઈટ્રોજન પેકિંગ દ્વારા, હાયજેનિક રીતે તૈયાર કરવામાં આવ્યા હતા. આજે ધરાવાયેલા અન્નકૂટના પ્રસાદનું વિતરણ ભક્તોને અમદાવાદમાં સ્થિત જુદી-જુદા મંદિરો દ્વારા કરવામાં આવશે. આ ઉપરાંત ગરીબ અને જરૂરિયાતમંદ લોકોમાં પ્રસાદનું વિતરણ કરવામાં આવશે.

5 / 5
અન્નકૂટની સાથે ભારતીય સંસ્કૃતિના પારિવારિક, સામાજિક અને આધ્યાત્મિક મૂલ્યોને રજૂ કરતું સાંસ્કૃતિ પ્રદર્શનનું પણ આયોજન કરાયું છે. આજે યોજાયેલ ભવ્ય અન્નકૂટના દર્શન શાહીબાગ મંદિરે  સવારે 10:30 વાગ્યાથી સાંજના 7:00 વાગ્યા સુધી થશે.

Next Photo Gallery