
શાલ્મલીએ 'લત લગ ગઈ', 'બલમ પિચકારી', 'બેશર્મી કી હાઇટ', 'બેબી કો બેસ પસંદ હૈ', 'નચ મેરી જાન' જેવા ઘણા સુપરહિટ ગીતોમાં પોતાના મધુર અવાજનો જાદુ ફેલાવ્યો છે.

શાલ્મલીએ કોંકણી મરાઠી ફિલ્મ 'તુ માજા જીવ'થી ડેબ્યુ કર્યું હતું. આ ફિલ્મમાં તેની એક્ટિંગના ખૂબ વખાણ થયા હતા. સિંગર સોશિયલ મીડિયા પર ખૂબ જ એક્ટિવ રહે છે. સોશિયલ મીડિયા પર તેની સારી ફેન ફોલોઈંગ છે.