
બીપી કંટ્રોલમાં રાખવા : હાઈ બ્લડ પ્રેશરના દર્દીઓ માટે બીલીનું શરબત ખૂબ જ ફાયદાકારક છે. આ શરબતમાં કોલેસ્ટ્રોલ કંટ્રોલ કરવાના ગુણ હોય છે, જેના કારણે બીપી કંટ્રોલ રહે છે.

હીટ સ્ટ્રોક સામે રક્ષણ : બીલીની ઠંડકની અસરને લીધે, તે શરીરમાંથી ગરમી દૂર કરીને શરીરને ઠંડુ રાખવામાં મદદ કરે છે. આ સિવાય ઘણી વખત હીટ સ્ટ્રોકને કારણે વ્યક્તિના નાકમાંથી લોહી નીકળવા લાગે છે. આવી સ્થિતિમાં બીલીનો દવા તરીકે પણ ખવડાવવામાં આવે છે. સનસ્ટ્રોકના કિસ્સામાં તેનો રસ ખાંડ સાથે પીવાથી ફાયદો થાય છે.

વજનમાં ઘટાડવા : બીલીનું શરબત પીવાથી વજન ઘટાડવામાં પણ મદદ મળે છે. બીલીમાં રહેલા ફાઈબરની માત્રા પેટને લાંબા સમય સુધી ભરેલું રાખે છે. જેના કારણે વ્યક્તિને લાંબા સમય સુધી ભૂખ નથી લાગતી.