
અઝરબૈજાને એરલાઈન્સને ટાંકીને જણાવ્યું હતું કે દુર્ઘટનાનું કારણ વિમાન અને પક્ષીઓના ટોળા વચ્ચે ટક્કર થઇ હતી.

અકસ્માતનો વીડિયો સોશિયલ મીડિયા પર સામે આવ્યો છે, જેમાં એક પ્લેન જમીન પર ક્રેશ થતું અને આગના ગોળામાં ફેરવાઈ રહ્યું છે. અઝરબૈજાન એરલાઈન્સ તરફથી અકસ્માત અંગે કોઈ ટિપ્પણી કરવામાં આવી નથી.

તાજેતરમાં જ બ્રાઝિલમાં વિમાન દુર્ઘટનામાં 10 લોકોના મોત થયા હતા. મૃત્યુ પામેલા 10 લોકો પ્લેનમાં મુસાફરો અને ક્રૂ મેમ્બર હતા. બ્રાઝિલની સિવિલ પ્રોટેક્શન એજન્સીએ જણાવ્યું કે આ ઘટનામાં જમીન પર બેઠેલા એક ડઝનથી વધુ લોકો ઘાયલ થયા છે.