
માંગલિક કર્મ: જ્યોતિષશાસ્ત્રમાં, માંગલિક કાર્યો તેને કહેવામાં આવે છે જેમનો સીધોના સંબંધ તમારા જીવન પર પડતો હોય અથવાતો નવા જીવનની શરૂઆત (જેમ કે લગ્ન અથવા ગૃહસ્થી) સાથે સીધી રીતે સંબંધિત માનવામાં આવે છે તે કાર્યો આ દરમિયાન ના કરવા જોઈએ.

કપડાં: નવા કપડાં અથવા અન્ય કોઈપણ વસ્તુ ખરીદવી એ નિયમિત ખરીદી છે, ધાર્મિક વિધિ અથવા શુભ પ્રસંગ નથી. તે સામાન્ય જીવનનો એક ભાગ છે. તેથી, ધનારકમાં નવા કપડાં ખરીદવા પર કોઈ સીધો પ્રતિબંધ લાદવામાં આવ્યો નથી, પણ ઘણા લોકો આ દરમિયાન લગ્ન જેવા શુભ પ્રસંગો માટેની ખરીદી કરવાનું ટાળે છે, જે પોત પોતાની માન્યતા મુજબ છે.

આ દરમિયાન નવા કપડાં, દૈનિક ઉપયોગની વસ્તુઓ અથવા નાની ઘરગથ્થુ વસ્તુઓ ખરીદવી એ શુભ પ્રવૃત્તિની વ્યાખ્યામાં આવતી નથી. તેથી, તમે ખચકાટ વિના આ ખરીદીઓ કરી શકો છો.

ગ્રહોનો પ્રભાવ: નવા કપડાં ખરીદવા સાથે સંકળાયેલા કોઈપણ ગ્રહ (જેમ કે શુક્ર અથવા બુધ) ની સ્થિતિ પર ધનારકની નકારાત્મક અસર થતી નથી. જો તમે ધાર્મિક યાત્રા અથવા કોઈ ઉત્સવ માટે ધનારકમાં કપડાં ખરીદી રહ્યા છો, તો તે વધુ શુભ માનવામાં આવે છે.

નવા કપડાં ખરીદવા શુભ હોય છે, પરંતુ જો તમે મોટી, મોંઘી અથવા રોકાણ સંબંધિત ખરીદી કરી રહ્યા છો જેમ કે સોનું, વાહન અથવા ઘર તો તેને થોડા દિવસો માટે મુલતવી રાખી શકો છો, મકરસંક્રાંતિ પછી આવું કરવું વધુ ફળદાયી બની શકે છે. જોકે, કપડાં ખરીદવા આ શ્રેણીમાં આવતા નથી. તેથી, ધનારક દરમિયાન, તમારે ફક્ત એવા મોટા ધાર્મિક વિધિઓ ટાળવા જોઈએ જે તમારા જીવનમાં કાયમી અને નોંધપાત્ર ફેરફારો લાવે છે.