Meera Kansagara |
Nov 12, 2023 | 3:52 PM
દિલ્હી યુનિવર્સિટીની દીન દયાલ ઉપાધ્યાય કોલેજે ભરતી માટે જાહેરાત કરી છે. જે મુજબ સંસ્થામાં આસિસ્ટન્ટ પ્રોફેસરની જગ્યા પર ભરતી કરવામાં આવશે. આ ભરતી માટે અરજી કરવા માટે રસ ધરાવતા અને લાયક ઉમેદવારો ઓફિશિયલ સાઇટની મુલાકાત લઈને અરજી કરી શકે છે.
ખાલી જગ્યાની વિગતો : આ ભરતી અભિયાન દ્વારા કોલેજમાં કુલ 39 જગ્યાઓ ભરવામાં આવશે.
આ વિષયોમાં ભરતી : જેમાં હિન્દી, અંગ્રેજી, વનસ્પતિશાસ્ત્ર, ઇતિહાસ, ગણિત, વાણિજ્ય, કોમ્પ્યુટર સાયન્સ અને અન્ય વિષયોમાં મદદનીશ પ્રોફેસરની જગ્યાઓનો સમાવેશ થાય છે.
ફી : આ ભરતી માટે અરજી કરવા માટે ઉમેદવારોએ ફી પણ આપવાની રહેશે. જનરલ/OBC/EWS કેટેગરીના ઉમેદવારોએ 500 રૂપિયા ફી ચૂકવવાની રહેશે. જ્યારે અનામત વર્ગના ઉમેદવારોને અરજી ફી ભરવામાંથી મુક્તિ આપી છે.
છેલ્લી ડેટ : આ ભરતી માટે ઉમેદવારો 27 નવેમ્બર 2023 છેલ્લી તારીખ છે. આ તારીખ પહેલા અરજી કરી શકે છે.
ક્યાં અરજી કરવી : જે લોકો રસ ધરાવતા અને લાયક હોય તેને દીન દયાલ ઉપાધ્યાય કૉલેજની ઓફિશિયલ વેબસાઇટ colrec.uod.ac.in ની મુલાકાત લેવી પડશે.