
તમને જણાવી દઈએ કે ડોગની તાલીમ માટે અલગ-અલગ કોર્સ છે અને તે કોર્સ અનુસાર ડોગને ટ્રેનિંગ આપવામાં આવે છે. આ અભ્યાસક્રમોમાં બેઝિક ડોગ ટ્રેનર્સ કોર્સ, બેઝિક આર્મી ડોગ ટ્રેનર્સ કોર્સ ફોર ઈન્ડિયન એર ફોર્સ અથવા અન્ય કોઈ કોર્સનો સમાવેશ થાય છે. તેઓ પણ સેનાના જવાનોની જેમ ટ્રેનિંગ આપવામાં આવે છે અને તે મુજબ તેમની લાઇફસ્ટાઇલ પણ છે.

શું કરે છે આ ડોગ્સ - ઈન્ડિયન આર્મીના આ ડોગ્સ ટ્રેકિંગ, ગાર્ડિંગ, માઈન ડિટેક્શન, એક્સપ્લોઝિવ ડિટેક્શન, ઈન્ફન્ટ્રી પેટ્રોલિંગ, હિમપ્રપાત રેસ્ક્યૂ ઓપરેશન, સર્ચ એન્ડ રેસ્ક્યૂ અને નાર્કોટિક ડિટેક્શનનું કામ કરે છે. આ દરમિયાન આ ડોગનો ઉપયોગ કરવામાં આવે છે. સેનામાં 25 સંપૂર્ણ ડોગ યુનિટ અને હાફ યુનિટ છે. ફુલ યુનિટમાં 24 અને હાફ યુનિટમાં 12 ડોગ છે.
Published On - 9:52 am, Sat, 22 January 22