
કંબોડિયામાં રામાયણ- કંબોડિયામાં રામાયણ રામકાર્તિ તરીકે પણ ઓળખવામાં આવે છે - રામ (રામ) + કીર્તિ (ગૌરવ) એ સંસ્કૃત રામાયણ મહાકાવ્ય પર આધારિત કંબોડિયન મહાકાવ્ય છે.તે હિંદુ વિચારોને બૌદ્ધ થીમ્સમાં લાવે છે અને વિશ્વમાં સારા અને અનિષ્ટનું સંતુલન દર્શાવે છે.

મલેશિયામાં રામાયણ-હિકાયત સેરી રામ એ હિન્દુ મહાકાવ્ય 'રામાયણ'નું મલય સંસ્કરણ છે. હિકાયત સેરી રામની મુખ્ય વાર્તા મૂળ સંસ્કૃત સંસ્કરણ જેવી જ છે, પરંતુ તેના કેટલાક પાસાઓ જેમ કે શબ્દો અને નામોના ઉચ્ચારણમાં સ્થાનિક ભાષામાં ફેરફાર કરવામાં આવ્યા હતા.

જાવા, ઇન્ડોનેશિયામાં રામાયણ- જાવા, ઇન્ડોનેશિયામાં, રામાયણને 'કાકાવિન રામાયણ' કહેવામાં આવે છે, રામની મુખ્ય વાર્તા મૂળ સંસ્કૃત સંસ્કરણ જેવી જ છે.

ચીનમાં રામાયણ- રામની વિવિધ કથાઓ ચીનમાં પણ ખૂબ જ લોકપ્રિય હતી, જેમાં રામાયણની સૌથી પ્રાચીન કથા બૌદ્ધ ગ્રંથ,વિઉડુ જી જિંગમાં મળી આવી હતી.

યુરોપમાં રામાયણ- ઇટાલીમાં પુરાતત્વીય ખોદકામમાં પ્રાચીન ઇટાલિયન ઘરોની દિવાલો પર વિવિધ ચિત્રો મળી આવ્યા છે, જે રામાયણના દ્રશ્યો પર આધારિત છે. કેટલાક ચિત્રોમાં પૂંછડીવાળા બે પુરુષો તેમના ખભા પર ધનુષ્ય અને તીર વહન કરે છે, જ્યારે એક મહિલા તેમની બાજુમાં ઉભી છે. આ ચિત્રો ઈ.સ.પૂર્વે 7ના છે.નોંધ- અહિં દર્શાવેલી તમામ તસવીર ગુગલ પર લેવામાં આવી છે, અહેવાલ નિરૂપણ કરવા માટે તેનો ઉપયોગ કરવામાં આવ્યો છે, તસવીરની સત્યતા અંગે tv9 કોઇ દાવો કરતું નથી.