અનન્યા પાંડે તેની આગામી ફિલ્મ 'ગહેરાઇયા'ના પ્રમોશનમાં વ્યસ્ત છે. ફોટોગ્રાફરોએ તેને વેનિટી વેનની નજીક જોઇ હતી. આ દરમિયાન તે સફેદ ડ્રેસ પહેરીને ખૂબ જ સુંદર લાગી રહી હતી. તેની આ તસવીરો તેના ફેન્સને ખૂબ જ પસંદ આવશે.
અભિનેત્રી આ સફેદ ડ્રેસમાં બાર્બી ડોલ લુકમાં જોવા મળી રહી છે. એક ઈવેન્ટ માટે જતી વખતે તે રોકાઇ હતી અને ફોટોગ્રાફર્સ માટે પોઝ આપ્યા.
અનન્યાનો આ નવો લુક એટલો ક્યૂટ છે કે તેના ચાહકોના ધબકારા વધી જવાના છે. આ સફેદ ડ્રેસની સાથે તેણે લીલા રંગના શૂઝ પણ પહેર્યા છે. આમાં તે હોટ અને બોલ્ડ લાગી રહી છે.
અનન્યા પાંડે દીપિકા પાદુકોણ સાથે ફિલ્મ 'ગહેરાઇયા'માં જોવા મળશે. આ ફિલ્મમાં સિદ્ધાંત ચતુર્વેદી પણ મુખ્ય ભૂમિકામાં જોવા મળશે.
આ ફિલ્મનું ટ્રેલર રિલીઝ થયું ત્યારથી અનન્યાના લુક અને પરફોર્મન્સને લઈને ઘણી ચર્ચા થઈ રહી છે. કહેવામાં આવી રહ્યું છે કે આ ફિલ્મમાં તે ખૂબ જ સારી લાગી રહી છે.