
તમને જણાવી દઈએ કે અનન્યા પાસે હાલમાં લાઇગર જેવી મોટી ફિલ્મ છે. અનન્યા લાઇગર દ્વારા સાઉથના સ્ટાર વિજય દેવેરાકોંડા સાથે કામ કરવા જઈ રહી છે. આ વિજયનું બોલિવૂડ ડેબ્યૂ હશે.

આ સાથે અનન્યા તેના અંગત જીવનને લઈને પણ ઘણી ચર્ચામાં છે. કહેવામાં આવી રહ્યું છે કે અનન્યા અને ઈશાન ખટ્ટર એકબીજાને ડેટ કરી રહ્યા છે.