Gujarati NewsPhoto galleryAnand Due to death of milch cattle condition of the Cattle breeder has become miserable watch photos
Anand: પૂરમાં લોકોના જીવ તો બચ્યા, પરંતુ જેના પર જીવન ચાલતું હતું તે પશુઓ ખોવાયા, જુઓ Photos
ભારે વરસાદને કારણે કડાણા ડેમમાંથી મહીસાગર નદીમાં પાણી છોડવામાં આવતાં ખેડા, વડોદરા અને આણંદ જિલ્લાના કાંઠા વિસ્તારના ગામોમાં પૂરના પાણી ફરી વળ્યા હતા. આ પૂરે કાંઠા વિસ્તારના ગંભીરા ,બામણગામ સહિતના ગામોમાં ભારે તારાજી સર્જી હતી. ખાસ કરીને દુધાળા પશુઓનો મોત થતાં પશુપાલકોની હાલત દયનીય બની છે.
પાણી ઓસરી ગયા બાદ તંત્ર દ્વારા સર્વેની કામગીરી કરવામાં આવી. જેમાં જે પશુઓના મૃતદેહ મળ્યા તેમના પીએમ કરવામાં આવ્યા છે
5 / 5
પૂરના કારણે આણંદ જીલ્લામાં 50થી વધારે દુધાળા પશુઓ તણાયા હતા. જો કે, સરકાર દ્વારા પશુમાલિકોને કોઈ સહાય અપાશે કે કેમ તે પ્રશ્ન પશુમાલિકોને સતાવી રહ્યો છે