Gujarati NewsPhoto galleryAmla Benefits and Side Effects Consuming amla is very beneficial for hair know the benefits and harms of eating amla
Amla Benefits and Side Effects: આમળાનું સેવન વાળ માટે ખૂબ જ ફાયદાકારક છે, જાણો આબળા ખાવાના ફાયદા અને નુકસાન
આમળા એક નાનું અને સાદું દેખાતું ફળ સ્વાસ્થ્ય માટે ખૂબ જ ફાયદાકારક છે. આમળા ઔષધીય ગુણોથી ભરપૂર છે. આમળાનું સેવન કરવાથી રોગપ્રતિકારક શક્તિ વધે છે અને ત્વચા પણ સ્વસ્થ રહે છે. કારણ કે આમળામાં વિટામિન સીની સાથે કેલ્શિયમ, એન્ટીઓક્સીડેન્ટ, આયર્ન, પોટેશિયમ જેવા અનેક પોષક તત્વોનો ભંડાર છે. આમળાનું સેવન કરવાથી સ્વાસ્થ્ય સંબંધિત અનેક સમસ્યાઓમાં પણ રાહત મળે છે. પરંતુ આમળાનું વધુ પડતું સેવન સ્વાસ્થ્યને પણ નુકસાન પહોંચાડે છે. એટલા માટે આમળાનું સેવન મર્યાદિત માત્રામાં કરવું જોઈએ.