
સરકારે 10 એપ્રિલે અમરનાથ યાત્રાનું શેડ્યૂલ જાહેર કર્યું હતું. આ યાત્રા 62 દિવસ સુધી ચાલશે. 17 એપ્રિલથી ઓફલાઈન અને ઓનલાઈન મોડ દ્વારા યાત્રા માટે રજીસ્ટ્રેશન શરૂ થઈ ગયું છે.

અમરનાથ યાત્રા 2023માં અરજી કરવા માટે ઉંમર નક્કી કરવામાં આવી છે, જેમાં શ્રદ્ધાળુઓની ઉંમર 13 વર્ષથી 75 વર્ષની વચ્ચે હોવી જોઈએ. આ સાથે જો કોઈ મહિલા 6 મહિનાથી વધુ સમયથી ગર્ભવતી હોય તો તે આ યાત્રા પર જઈ શકતી નથી.