
માહિતી અનુસાર, મુસાફરોનો આ પહેલો બેચ ભગવાન શિવની 3,880 મીટર ઊંચી ગુફામાં બાબા બર્ફાનીના દર્શન કરશે. આ 62 તીર્થયાત્રા 62 દિવસ સુધી ચાલશે અને કાશ્મીરથી બે રૂટથી શરૂ થઈ રહી છે. તમને જણાવી દઈએ કે સીઆરપીએફના જવાનો પણ મુસાફરોની સુરક્ષા માટે દરેક જગ્યાએ તૈનાત છે.(ફોટો ક્રેડિટ- ગુગલ)

હિમાલય ક્ષેત્રમાં 3,880 મીટરની ઉંચાઈએ કુદરતી રીતે બનેલા બરફના શિવલિંગના દર્શન કરવા દર વર્ષે મોટી સંખ્યામાં યાત્રાળુઓ આવતા હોય છે. ત્યારે ભારે બરફ વર્ષા વચ્ચે અમરનાથ યાત્રા સ્થગિત કરવામાં આવી હતી જે બાદ આજે વહેલી સવારે પ્રથમ જૂથને લીલી ઝંડી બતાવી યાત્રાની શરુઆત કરવામાં આવી છે. (ફોટો ક્રેડિટ- ગુગલ)

આ યાત્રા માટે જૂથ પહેલગામ અને બાલતાલ માટે રવાના થયુ છે. મીડિયા અહેવાલો અનુસાર, લેફ્ટનન્ટ ગવર્નર મનોજ સિન્હાએ આજે સવારે જમ્મુમાં પ્રથમ બેચને ફ્લેગ ઓફ કરી હતી.(ફોટો ક્રેડિટ- ગુગલ)