
આલિયાની આ ત્રીજી ફિલ્મ છે જેનું બર્લિન ફિલ્મ ફેસ્ટિવલમાં પ્રીમિયર થયું છે. આ પહેલા આલિયાની 'હાઈવે' અને 'ગલી બોય' પણ પ્રીમિયર થઈ ચૂકી છે. આલિયા માટે આ એક મોટી ઉપલબ્ધિ છે.

આલિયાની ફિલ્મ 'ગંગુબાઈ કાઠિયાવાડી' 25 ફેબ્રુઆરી 2022ના રોજ રિલીઝ થશે. જેનું નિર્દેશન સંજય લીલા ભણસાલી કરી રહ્યા છે. તેમાં અજય દેવગન લીડ રોલમાં છે. તેનું ટ્રેલર પહેલેથી જ જોરદાર હિટ થઈ ગયું છે.