નેશનલ ફેમિલી હેલ્થ સર્વે (NFHS)ના તાજેતરના રિપોર્ટમાં ખુલાસો થયો છે કે દારૂ પીતી મહિલાઓની સંખ્યામાં વધારો થયો છે. ઓડિશાને લઈને NFHS દ્વારા જાહેર કરવામાં આવેલા રિપોર્ટમાં કહેવામાં આવ્યું છે કે છેલ્લા 5 વર્ષમાં દારૂ પીનારા પુરુષોની સંખ્યામાં ઘટાડો થયો છે, જ્યારે મહિલાઓની સંખ્યામાં વધારો થયો છે. રિપોર્ટ અનુસાર, રાજ્યમાં 15 વર્ષથી વધુ ઉંમરની મહિલાઓમાં 2015-16માં દારૂનું સેવન 2.4 ટકા હતું, જે 2020-21માં વધીને 4.3 ટકા થયું છે. પુરુષોના કિસ્સામાં, આ આંકડો 2015-16માં 39.3 ટકા હતો, જે ઘટીને 28.8 ટકા થઈ ગયો છે.