Gujarati News Photo gallery AK 47 Assault Rifle What's new in the new AK 47 received by the Indian Army how dangerous will it be for enemies
AK-47 Assault Rifle: ભારતીય સેનાને મળેલી નવી AK-47માં શું છે નવું, દુશ્મનો માટે કેટલી ખતરનાક હશે?
AK-47 એસોલ્ટ રાઈફલ હંમેશા ભારતીય સેના માટે વિશ્વસનીય હથિયાર રહી છે. હવે તેને એક સ્વદેશી કંપની દ્વારા પહેલા કરતા વધુ અપગ્રેડ કરવામાં આવ્યું છે. જેના કારણે તે પહેલા કરતા વધુ મજબૂત, વધુ ખતરનાક અને વિશ્વસનીય બની ગયું છે.
1 / 5
New AK-47 Assault Rifle Features: AK-47 એસોલ્ટ રાઈફલ હંમેશા ભારતીય સેના માટે વિશ્વસનીય હથિયાર રહી છે. હવે તેને એક સ્વદેશી કંપની દ્વારા પહેલા કરતા વધુ અપગ્રેડ કરવામાં આવ્યું છે. જેના કારણે તે પહેલા કરતા વધુ મજબૂત, વધુ ખતરનાક અને વિશ્વસનીય બની ગયું છે. ગયા વર્ષે ઓક્ટોબરમાં, બેંગલુરુ સ્થિત કંપની SSS ડિફેન્સે (SSS Defence) ઈઝરાયેલની કંપનીને હરાવીને આ કોન્ટ્રાક્ટ જીત્યો હતો. આ અંતર્ગત કંપનીએ એકે સિરીઝની રાઈફલ્સને અપગ્રેડ કરીને સેનાને સોંપી દીધી છે. કંપનીના જણાવ્યા અનુસાર તેણે પોતાની અપગ્રેડ કીટ સેનાને સોંપી દીધી છે.
2 / 5
રિપોર્ટ્સ અનુસાર, અપગ્રેડ થયા બાદ AK-47 વધુ ખતરનાક બની ગઈ છે. આ રાઈફલમાં નવો ફોલ્ડેબલ બટ સ્ટોક બનાવવામાં આવ્યો છે, જેના કારણે હવે સેનાના જવાનો વધુ સારી રીતે રાઈફલનો ઉપયોગ કરી શકશે. તે જ સમયે, નવી રાઈફલમાં ડસ્ટ કવર પણ સામેલ કરવામાં આવ્યું છે, જેના કારણે તે સૈનિકોને ચોક્કસ નિશાન બનાવવામાં મદદ કરશે. આ બધી ખાસિયતો અત્યાર સુધી AK-47માં નહોતી.
3 / 5
રાઈફલના આગળના ભાગમાં પણ કેટલાક ફેરફારો કરવામાં આવ્યા છે, જેના કારણે AK-47 વધુ ખતરનાક લાગે છે. તેનાથી શત્રુઓ માટે મુશ્કેલીઓ વધશે. આ સાથે, જો જરૂર પડે, તો તેનો ઉપયોગ બાયપોડ અથવા ચાકુથી પણ કરી શકાય છે. નવી અપગ્રેડ કીટમાં હેન્ડ-ગાર્ડ અને વર્ટિકલ ગ્રિપનો પણ સમાવેશ થાય છે, જે જવાનોને સ્થિર ફાયરિંગ પોઝિશન આપે છે.
4 / 5
ધ પ્રિન્ટે ડિફેન્સ એન્ડ સિક્યોરિટી એસ્ટાબ્લિશમેન્ટના એક સ્ત્રોતને ટાંકીને જણાવ્યું હતું કે, AK-47 તેની વિશ્વસનીયતા અને ઉપયોગમાં સરળતાને કારણે પસંદગીનું શસ્ત્ર છે. તેને અપગ્રેડ કરવાથી સેનાના જવાનોને સારી પકડ અને ફાયરિંગ પોઝિશન મળશે. આ લક્ષ્યને ચોક્કસ બનાવશે. આ સુધારાઓ એકમ સ્તરે કરવામાં આવી રહ્યા છે.
5 / 5
રિપોર્ટ્સ અનુસાર, અપગ્રેડ કિટમાં રાઈફલને સંપૂર્ણપણે નવો લુક આપવામાં આવ્યો છે. તમને જણાવી દઈએ કે, AK-47ના અપગ્રેડેશનને લઈને ભારતીય બજારમાં અત્યાર સુધી ઈઝરાયેલના ફેબ ડિફેન્સનો એકાધિકાર હતો. પરંતુ ભારતીય કંપની SSS ડિફેન્સે પણ આ ક્ષેત્રમાં પોતાની આગવી ઓળખ બનાવી છે. અહેવાલો અનુસાર, મોટાભાગના અપગ્રેડ જમ્મુ અને કાશ્મીર સ્થિત યુનિટ માટે કરવામાં આવ્યા છે.
Published On - 4:49 pm, Fri, 22 April 22